ઍર ઇન્ડિયાની ઍર-હૉસ્ટેસનો યુનિફૉર્મ પહેરવો તેના માટે અને તેના પરિવારજનો સહિત પાડોશીઓ માટે પણ ગર્વની વાત હતી એમ તેમના એક પાડોશી જણાવ્યું હતું
રોશની સોનઘરે
ડોમ્બિવલી-ઈસ્ટની ન્યુ ઉમિયા કૃપા સોસાયટીમાં રહેતી રોશની સોનઘરેનું નાનપણથી ઍર-હૉસ્ટેસ બનવાનું સપનું હતું. તે થોડા સમય પહેલાં જ સ્પાઇસ જેટમાંથી ઍર ઇન્ડિયામાં ઍર-હૉસ્ટેસ તરીકે જોડાઈ હતી. ઍર ઇન્ડિયાની ઍર-હૉસ્ટેસનો યુનિફૉર્મ પહેરવો તેના માટે અને તેના પરિવારજનો સહિત પાડોશીઓ માટે પણ ગર્વની વાત હતી એમ તેમના એક પાડોશી જણાવ્યું હતું. ત્રણ દિવસ પહેલાં ડ્યુટી માટે ઘરેથી નીકળેલી દીકરીના પ્લેન ક્રૅશના સમાચાર મળતાં જ રોશનીના પપ્પા રાજેન્દ્રભાઈએ તેનો કૉન્ટૅક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ‘નો રિસ્પૉન્સ’ આવતાં તેઓ હતાશ થઈ ગયા હતા. જ્યારે દીકરીએ જીવ ગુમાવ્યો છે એ વાતની ખબર પડી ત્યારે આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. મર્ચન્ટ નેવીના ઑફિસર સાથે આવતા વર્ષે તેનાં લગ્ન થવાનાં હોવાથી બન્ને પરિવારમાં શોક છવાઈ ગયો હતો.


