Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Urfi Javed વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ, સોશિયલ મીડિયા પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ

Urfi Javed વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ, સોશિયલ મીડિયા પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ

12 December, 2022 03:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આરોપ છે કે તે પબ્લિક પ્લેસ (Public Place) અને સોશિયલ મીડિયા (Social Media) પર અશ્લીલતા અને ગેરકાયદેસર હરકત કરે છે. આથી પોલીસે રવિવારે 11 ડિસેમ્બરના તેની વિરુદ્ધ ફરિયાદ (Filled Complaint) નોંધી છે.

ઊર્ફી જાવેદ (ફાઈલ તસવીર)

ઊર્ફી જાવેદ (ફાઈલ તસવીર)


પોતાના અતરંગી કપડાથી (Weird Clothes) ચર્ચામાં છવાયેલી રહેનારી એક્ટ્રેસ ઊર્ફી જાવેદ (Actress Uorfi Javed) હાલ મુશ્કેલીમાં (Trouble) ફસાઈ ગઈ છે. તેની વિરુદ્ધ પોલીસે ફરિયાદ (Filled Police Complaint) નોંધી લીધી છે. આરોપ છે કે તે પબ્લિક પ્લેસ (Public Place) અને સોશિયલ મીડિયા (Social Media) પર અશ્લીલતા અને ગેરકાયદેસર હરકત કરે છે. આથી પોલીસે રવિવારે 11 ડિસેમ્બરના તેની વિરુદ્ધ ફરિયાદ (Filled Complaint) નોંધી છે. અંધેરી પોલીસ સ્ટેશનમાં (Andheri Police Station) વકીલ અલી કાશિફ ખાન (Lawyer Ali Kashif Khan Dedhmukh)  દેશમુખે લેખિત અરજી (Written Application) કરી હતી. 9 ડિસેમ્બરના પોલીસને ફરિયાદ મળી ગઈ હતી. આનો ખુલાસો અધિકારીઓએ છેક હવે કર્યો છે.

ઉર્ફી જાવેદના કપડા પર મોટાભાગે પ્રશ્નો ઊઠતા રહે છે. ક્યારેક તે સાડીનો પાલવ પાડતી ઍરપૉર્ટ પર સ્પૉટ થાય છે તો ક્યારેક અતરંગી વસ્તુઓથી બનેલા ડ્રેસ પહેરેલી જોવા મળે છે. લોકો તેને જોઈને ગુસ્સો પણ વ્યક્ત કરે છે પરંતુ ઊર્ફીને આનાથી ફેર નથી પડતો. હિંદુસ્તાની ભાઉએ તો તેને વીડિયો બનાવીને પણ ધમકી આપી દીધી હતી, જેના પછી એક્ટ્રેસે તેને પણ જવાબ આપી દીધો. 



ઊર્ફી જાવેદ વિરુદ્ધ પહેલા પણ થઈ ફરિયાદ
આ પહેલા ઉર્ફી જાવેદ વિરુદ્ધ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. તેમાં પણ એક્ટ્રેસ વિરુદ્ધ અશ્લીલતા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કે મ્યૂઝિક વીડિયો `હાય હાય યે મજબૂરી`ને કારણે પણ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ હતી. આરોપ હતો કે તે ગીતમાં રિલીવિંગ આઉટફિટ પહેર્યું હતું.


આ પણ વાંચો : Pictures: કોણ છે આ અભિનેત્રી જેના કપડાં હંમેશા બને છે તેના ચર્ચામાં હોવાનું કારણ


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK