મુંબઈ: મેટ્રોમાં અયોગ્ય રીતે સ્પર્શ કરનારાને ગૃહિણીએ પહોંચાડ્યો જેલમાં
પ્રતીકાત્મક તસવીર
પોલીસે જણાવ્યા મુજબ આ ગૃહિણી તેના સંબંધી સાથે ડૉક્ટરની સલાહ લેવા અસલ્ફા જઈ રહી હતી. રાત્રે લગભગ સાડાઆઠ વાગ્યાના સુમારે તે જ્યારે અસલ્ફા સ્ટેશનમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે આરોપી પ્રવીણ બનાદ્રેએ તેની સામે નજર ટેકવી અને તેના પ્રાઇવેટ પાર્ટ્સ પર અણછાજતી રીતે સ્પર્શ કર્યો હતો. મહિલાએ તેને રંગેહાથ પકડી પાડી પોલીસને જાણ કરવા ૧૦૦ નંબર પર ફોન લગાવ્યો હતો અને પછી રેલવે પરના સિક્યૉરિટીની મદદ માટે ચીસાચીસ કરી હતી. સિક્યૉરિટીએ આરોપીને પકડી પૂછપરછ કરી હતી અને પછી પોલીસને હવાલે કર્યો હતો.
આ પણ વાંચો : મુંબઈઃકબૂતરને કારણે કતલ
ADVERTISEMENT
અંધેરી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મુકુંદ પવારે જણાવ્યું હતું કે ‘આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમે અન્ય પોલીસ-સ્ટેશનોમાં તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં એની તપાસ કરી રહ્યા છીએ.’