Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં માર્ચથી હીટ-સ્ટ્રોકના ૭૭ કેસ : ૩૬ કેસ એપ્રિલના ૯ દિવસમાં નોંધાયા

મહારાષ્ટ્રમાં માર્ચથી હીટ-સ્ટ્રોકના ૭૭ કેસ : ૩૬ કેસ એપ્રિલના ૯ દિવસમાં નોંધાયા

16 April, 2024 07:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં મહનગરપાલિકાએ ૧૬ હૉસ્પિટલોમાં કૂલ-રૂમ તૈયાર કર્યા છે. આ સિવાય ૧૦૩ દવાખાનાંઓમાં વૉટર-કૂલર્સ લગાવ્યાં છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પહેલી માર્ચથી ૧૨ એપ્રિલ સુધીના ૪૨ દિવસમાં મહારાષ્ટ્રમાં હીટ-સ્ટ્રોકના ૭૭ કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ૭૭ કેસમાંથી ૩૬ કેસ ૪થી ૧૨ એપ્રિલના ૯ દિવસમાં નોંધાયા હતા અને આ સમયગાળા દરમ્યાન ગરમીનો પારો વધી ગયો હતો.

મુંબઈમાં ઉષ્ણતામાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવા છતાં હીટ-સ્ટ્રોકનો એકેય કેસ નોંધાયો નથી. બુલઢાણામાં ૧૨, સિંધુદુર્ગમાં ૯, વર્ધામાં ૮, નાશિકમાં ૬, કોલ્હાપુર અને પુણેમાં પાંચ-પાંચ હીટ-સ્ટ્રોકના કેસ નોંધાયા હતા જ્યારે થાણેમાં ત્રણ કેસ નોંધાયા હતા.



હીટ-સ્ટ્રોકની સ્થિતિમાં શું કરવું જોઈએ એ વિશે બોલતાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે `લોકોએ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને બને તો દર ૨૦ મિનિટે પાણી પીવું જોઈએ. ગરમીમાં કામ કરતા લોકોએ એક કલાકના કામ બાદ પાંચ મિનિટનો બ્રેક લેવો જોઈએ. ઉષ્ણતામાન ૩૮ ડિગ્રી સેલ્સિયસથી વધારે થાય તો કામ વગર બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ઘરની બહાર નીકળવું ન જોઈએ. આ સમયે બહાર નીકળવાથી ૧૫ મિનિટમાં શરીરનું તાપમાન વધી જાય છે.`


મુંબઈમાં મહનગરપાલિકાએ ૧૬ હૉસ્પિટલોમાં કૂલ-રૂમ તૈયાર કર્યા છે. આ સિવાય ૧૦૩ દવાખાનાંઓમાં વૉટર-કૂલર્સ લગાવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK