70 ટકા ભારતીય મહિલાઓ પોતાના પાર્ટનરને માફ કરી દે છે અને તેને સુધારવાનો મોકો આપે છે, જ્યારે પુરૂષો આ બાબતમાં ઉદાર નથી.
કપલની પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ડેટા બેડબાઈબલ રિસર્ચ સેન્ટર 2023ના તાજેતરના રિપૉર્ટ પ્રમાણે 23 ટકા લોકો કોઈકને કોઈક રીતે પોતાના પાર્ટનરને દગો આપી રહ્યા છે. 14 ટકા લોકોએ પોતાના જીવનસાથીને દગો આફવાનું સ્વીકારી લીધું છે. આમાં 21 ટકા પુરુષો અને 7 ટકા મહિલાઓ સામેલ છે. ભારત સહિત એશિયન દેશની વાત કરીએ તો 10માંથી 7 પુરુષો અને 6 મહિલાઓ પોતાના સાથીને દગો આપવા માટે તૈયાર રહે છે અને તેમને લાગે છે કે તે પકડાઈ નહીં જાય. જો કે, 17 ટકા લોકો પોતાના પાર્ટનર સામે પકડાઈ જાય છે. 58 વર્ષની ઉંમરમાં લગભગ 25 ટકા દગો આપનારા કેસ જોવા મળ્યા છે. 60 ટકા કેસ કોઈક નજીકના મિત્ર અથવા સહકર્મચારી દ્વારા શરૂ થાય છે. ખાસ વાત એ છે કે કેટલાય લોકો એવા છે જે ચીટીંગ કર્યા પછી પણ તેનો સ્વીકાર કરતા નથી. એક સ્ટડી પ્રમાણે ભારતમાં સરેરાશ 19-29 વર્ષની મહિલાઓમાં પુરુષોની અપેક્ષા દગો આપવાની શંકા વધારે હોય છે. આ ઉંમરની 40 ટકા મહિલાઓએ પોતાના પાર્ટનરને દગો આપ્યો હોય છે જ્યારે પુરુષોમાં આ દર 21 ટકા છે. આ ઉંમરના લોકોના મન, મગજ અને શરીરમાં અનેક પરિવર્તન આવે છે. આને કારણે તે આ પ્રકારના પગલા ઉઠાવી લેતા હોય છે. (Cheating Partners)
આંકડા પ્રમાણે, ભારતમાં પાર્ટનર સાથે છેતરપિંડી (Cheating Partners) કરવામાં બેંગલુરુ ટોચ પર છે. બીજા નંબરે મુંબઈ અને પછી કોલકાતા છે. આનું એક મોટું કારણ સ્ત્રી અને પુરૂષો ઑફિસમાં નાઇટ શિફ્ટમાં સાથે કામ કરે છે. રાત્રે કામ કરતી વખતે, પુરુષો અને સ્ત્રીઓને તેમના પાર્ટનર્સ પ્રત્યે વધુ સહાનુભૂતિ હોય છે અને તેઓ એકબીજાની નજીક આવવા લાગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 55 ટકા ભારતીયો તેમના જીવનસાથી સાથે ઓછામાં ઓછા એક વખત દગો કરે છે. આ છેતરપિંડી માત્ર લગ્નેતર સંબંધ જ નહીં, પણ ભાવનાત્મક અથવા નાણાકીય વ્યવહાર પણ હોઈ શકે છે જે પાર્ટનરથી છુપાયેલ છે. સારી વાત એ છે કે 70 ટકા ભારતીય મહિલાઓ પોતાના પાર્ટનરને માફ કરી દે છે અને તેને સુધારવાનો મોકો આપે છે, જ્યારે પુરૂષો આ બાબતમાં ઉદાર નથી.
ADVERTISEMENT
અનેક દેશોમાં છે સજાની જોગવાઈ
ઇન્ડોનેશિયાએ લગ્નેતર સંબંધોને અપરાધ ગણાવ્યો છે. સોમાલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ વગેરેમાં સજાની જોગવાઈ છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં તે ગેરકાયદે પણ છે. ભારતમાં લગ્નેતર સંબંધોને અપરાધ માનવામાં આવતો હતો, પરંતુ 27 સપ્ટેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. જોકે, લગ્નેતર સંબંધો હજુ પણ છૂટાછેડા માટેનું કારણ ગણી શકાય.
શિક્ષણ અને સંસ્કારો સાથે પણ જોડાયેલો છે મામલો
ભારત સહિત એશિયન-યુરોપિયન દેશો પર કરવામાં આવેલા અભ્યાસના આધારે ઘણા નિષ્ણાતો કહે છે કે બેવફાઈ અથવા છેતરપિંડીનો સંબંધ ઉંમર, શારીરિક ફેરફારો, શિક્ષણ અને મૂલ્યો સાથે પણ છે. તેને માત્ર એક દ્રષ્ટિકોણથી જોઈ શકાતું નથી. જો કે, સ્ત્રીઓ લગ્નના સાત વર્ષ પછી તેમના પતિ સાથે છેતરપિંડી કરવાનું વિચારવાનું શરૂ કરે છે, જ્યારે પતિ ત્રણ વર્ષ પછી છેતરપિંડી કરવાનું વિચારવાનું શરૂ કરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ, પૈસાની વધતી જતી જરૂરિયાત, બિનજરૂરી અહંકાર, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર વધી રહેલી અશ્લીલતા માત્ર પરિવાર જ નહીં પરંતુ પતિ-પત્નીના સંબંધોમાં પણ ઝેર ઓકતી જાય છે. આ ઝેર એટલું ઘાતક છે કે વર્ષોથી પરિવારનું સંચાલન કરતાં પતિ-પત્ની પણ બેવફાઈ અને એકબીજા સાથે છેતરપિંડી કરવા પર વાંકા બની રહ્યા છે.


