દીક્ષા બાદ રિશી ઝવેરીને નવું નામ મુનિરાજ શ્રી ઋષિહેમવિજયજી મહારાજસાહેબ આપવામાં આવ્યું હતું
મિડ-ડેના બીજી જૂનના અંકમાં રિશી ઝવેરી કઈ રીતે દીક્ષાપંથ તરફ વળ્યો એનો અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો.
૩૦ વર્ષના અમેરિકન જૈન રિશી ઝવેરી અને તેમનાં મમ્મી સુનીતા ઝવેરીએ ગઈ કાલે શહાપુરમાં આવેલા શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ માનસમંદિર તીર્થમાં સંયમ ગ્રહણ કર્યું હતું. દીક્ષા બાદ રિશી ઝવેરીને નવું નામ મુનિરાજ શ્રી ઋષિહેમવિજયજી મહારાજસાહેબ આપવામાં આવ્યું હતું અને તે ભુવનભાનુ સમુદાયના પંન્યાસ પ્રવર શ્રી વિરાગરત્ન મહારાજસાહેના શિષ્ય બન્યા છે જ્યારે તેમનાં મમ્મી સુનીતાબહેન ઝવેરીને નવું નામ સાધ્વી શ્રી મનતીતરેખાશ્રીજી મહારાજસાહેબ આપવામાં આવ્યું હતું અને તે પૂજ્ય સાધ્વી શ્રી હિતઆત્મારેખા મહારાજસાહેબનાં શિષ્યા બન્યાં છે.

