ડમ્પર-ડ્રાઇવરે પણ કન્ટ્રોલ ગુમાવતાં ડમ્પર બ્રિજની રેલિંગ સાથે અથડાયું હતું. ડમ્પરના ડ્રાઇવરને પણ ઈજા થઈ હતી. શિવડી પોલીસે આ બાબતે કેસ નોંધી વધુ તપાસ ચાલુ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
અટલ સેતુ પર ગુરુવાર મધરાત બાદ ૨.૩૦ વાગ્યે થયેલા અકસ્માતમાં ચેમ્બુરના યુવાને જીવ ગુમાવ્યો હતો. ચેમ્બુરમાં રહેતો ૨૮ વર્ષનો પુનિત સિંહ માજરા શિવડીથી પનવેલ તરફ તેની BMW કારમાં જઈ રહ્યો હતો. તેણે અટલ સેતુ પર આવ્યા બાદ કાર પૂરઝડપે ચલાવી આગળ જઈ રહેલા ડમ્પરને પાછળથી ઠોકી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પુનિત સિંહ માજરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પૂરઝડપે BMWની ટક્કર લાગતાં ડમ્પરને પણ નુકસાન થયું હતું. એટલું જ નહીં, ડમ્પર-ડ્રાઇવરે પણ કન્ટ્રોલ ગુમાવતાં ડમ્પર બ્રિજની રેલિંગ સાથે અથડાયું હતું. ડમ્પરના ડ્રાઇવરને પણ ઈજા થઈ હતી. શિવડી પોલીસે આ બાબતે કેસ નોંધી વધુ તપાસ ચાલુ કરી છે.


