નાશિકમાં સૌથી વધુ ૩૧, મુંબઈ સાઉથ બેઠક પર સૌથી ઓછા ૧૪ ઉમેદવાર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીના ૨૦ મેએ થનારા પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની મુંબઈ સહિત ૧૩ બેઠકમાં મતદાન થશે. આ બેઠકોમાં ઉમેદવારી પાછી ખેંચવાની મુદત સોમવારે પૂરી થતાં ઉમેદવારોનું પિક્ચર ફાઇનલ થઈ ગયું છે. છેલ્લા દિવસે ૩૭ ઉમેદવારોએ નામ પાછાં ખેંચતાં હવે ૨૬૪ ઉમેદવાર મેદાનમાં છે. મુંબઈ નૉર્થમાં ૧૯, મુંબઈ નૉર્થ વેસ્ટમાં ૨૧, મુંબઈ નૉર્થ ઈસ્ટમાં ૨૦, મુંબઈ નૉર્થ સેન્ટ્રલમાં ૨૭, મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં ૧૫, મુંબઈ સાઉથમાં ૧૪, થાણેમાં ૨૪, કલ્યાણમાં ૨૮, ભિવંડીમાં ૨૭, પાલઘરમાં ૧૦, નાશિકમાં ૩૧, ધુળેમાં ૧૮ અને દિંડોરીમાં ૧૦ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આ ૧૩ બેઠકમાં ચૂંટણી લડી રહેલા ૨૨૪ ઉમેદવારમાં ૩૯ મહિલાનો સમાવેશ થાય છે.