Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > UNSC માં કાશ્મીર મુદ્દે પાક.-ચીનને લપડાક, 10માંથી માત્ર 1 જ વોટ મળ્યો

UNSC માં કાશ્મીર મુદ્દે પાક.-ચીનને લપડાક, 10માંથી માત્ર 1 જ વોટ મળ્યો

16 August, 2019 11:55 AM IST | Mumbai

UNSC માં કાશ્મીર મુદ્દે પાક.-ચીનને લપડાક, 10માંથી માત્ર 1 જ વોટ મળ્યો

UNSC માં કાશ્મીર મુદ્દે પાક.-ચીનને લપડાક, 10માંથી માત્ર 1 જ વોટ મળ્યો


Mumbai : સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (UNSC) ની બેઠકમાં જમ્મુ કાશ્મીર પરથી હટાવાયેલા આર્ટિકલ 370 પર મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સૌથી મોટો ઝટકો ચીન અને પાકિસ્તાનને જ લાગ્યો હતો. કાશ્મીર મુદ્દે 10 વોટમાંથી માત્ર એક જ વોટ મેળવતા તેમને મોટો તમાચો લાગ્યો હતો. આ તમાચો એટલા માટે લાગ્યો કારણ કે આ બેઠકની માંગ ખુદ ચીને જ કરી હતી અને બે દિવસ પહેલા પાકિસ્તાને પણ કાશ્મીર મુદ્રે ઇમરજન્સી બેઠક માટે માંગ કરી હતી. સુરક્ષા પરિષદના હાલના અધ્યક્ષ પોલેન્ડે આ મુદ્દે ચર્ચા કરવા માટે ભારતીય સમયાનુંસાર સવારે 7:30 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો.


આ પહેલા સુરક્ષા પરિષદની પુર્ણ બેઠક 1965માં થઇ હતી
મહત્વનું છે કે સુરક્ષા પરિષદ ભાગ્યે જ કાશ્મીર મુદ્દે ચર્ચા કરતું હોય છે. આ પહેલા તેની પર સુરક્ષા પરિષદની પૂર્ણ બેઠક 1965માં થઈ હતી. આજે થનારી ચર્ચાને સુરક્ષા પરિષદની પૂર્ણ બેઠક માનવામાં નથી આવી રહી. તેને બંધ બારણે થનારી બેઠક કહેવામાં આવી રહી છે જે હવે ઘણી સામાન્ય થતી જઈ રહી છે.



ચીનને બાદ કરતા તમામ દેશોએ પાકિસ્તાનને જાકારો આપ્યો
આ બેઠકમાં સ્થાયી સભ્ય દેશોમાં ચીનને બાદ કરતા બાકીના તમામ દેશ ફ્રાંસ, રશિયા, અમેરિકા અને બ્રિટને પાકિસ્તાનને જાકારો આપ્યો છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની આંતરીક બાબત છે, માટે તેને બંને દેશોએ સાથે મળીને જ ઉકેલવો જોઈએ. કોઈ ત્રીજા પક્ષે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.





સંયુક્ત રાષ્ટ્ર પરિષદના કુલ 15 સભ્યો છે, જેમાં 5 સ્થાયી અને 10 અસ્થાઇ છે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કુલ 15 સભ્યો છે. જેમાં 5 સ્થાયી અને 10 અસ્થાઈ છે. અસ્થાઈએ દેશોનો કાર્યકાળ માત્ર થોડા વર્ષો જ હોય છે જ્યારે સ્થાયી દેશો હંમેશા યથાવત રહે છે. સ્થાયી સભ્યોમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને રશિયા શામેલ છે. જ્યારે અસ્થાઈ દેશોમાં બેલ્જિયમ, કોટ ડીવોએર, ડોમિનિક રિપબ્લિક,, ઈક્વેટોરિયલ ગુએની, જર્મનીએ, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરૂ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા છે.



આ પણ જુઓ : 73મું સ્વતંત્રતા પર્વઃ ફરી યાદ કરીએ એ ઐતિહાસિક દિવસો તસવીરો સાથે...

અસ્થાયી સભ્ય દેશોએ પણ ચીનને મારી લપડાક
અસ્થાયી દેશોમાં એકમાત્ર પોલેન્ડ જ એક એવુ રાષ્ટ્ર છે જેને પાકિસ્તાનનો પક્ષ લીધો હતો. જો એ પણ તેની રાજનૈતિક મજબુરી છે. તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ વિવાદમાં હંમેશા અળગુ જ રહ્યું છે પરંતુ પોલેન્ડ હાલ UNSCનું રોટેટિંગ પ્રેસિડેંટ છે, માટે તેને પાકિસ્તાન સાથે બેસવુ એજ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ તેનો એ અર્થ બિલકુલ પણ નથી કે કાશ્મીર મુદ્દે પોલેન્ડ પાકિસ્તાનની પડખે છે. તે કોઈ રાષ્ટ્ર સાથે નથી પરંતુ અસ્થાયી દેશો તરફથી બેઠકની યજમાની કરી રહ્યો છે. પોલેન્ડને બાદ કરતા બેલ્જિયમ, કોટ ડીવોએર, ડોમિનિક રિપબ્લિક,, ઈક્વેટોરિયલ ગુએની, જર્મનીએ, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરૂ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા પાકિસ્તાનને નકારી દીધો છે. આ દેશોમાં પાકિસ્તાનને નજીવું પણ સમર્થન મળવાનું નથી.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2019 11:55 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK