Shashi Tharoor On Operation Sindoor: તેમણે દીકરાને જવાબ આપ્યો કે કોઈપણ વિદેશી સરકારે પાકિસ્તાન વિરુદ્ધ પુરાવા માંગ્યા નથી. ભારતે નક્કર પુરાવા બાદ જ આ કાર્યવાહી કરી હતી
કોંગ્રેસ સાંસદ શશી થરૂરની ફાઇલ તસવીર
હાલમાં શશી થરૂર અમેરિકામાં છે. તાજેતરમાં જ કોંગ્રેસ સાંસદ શશી થરૂરે વોશિંગ્ટન પોસ્ટમાં કાર્યરત પોતાના દીકરા ઇશાન દ્વારા પૂછવામાં આવેલા સવાલનો એવો જવાબ આપ્યો હતો કે તે ટ્રોલ (Shashi Tharoor On Operation Sindoor) થયા છે.
કોંગ્રેસ સાંસદ શશી થરૂર (Shashi Tharoor On Operation Sindoor)ને અમેરિકામાં તેમના દીકરાએ બ્રીફિંગ દરમિયાન એક સવાલ કર્યો હતો. હાલમાં શશી થરૂર અમેરિકા માટે બહુપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે પહોંચ્યા હતા. ગુરુવારે તેમના પત્રકાર દીકરાએ સવાલ કર્યો હતો કે શું સરકારી વાટાઘાટકારોએ પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા માંગ્યા હતા. ત્યારે તેનો જવાબ આપતાં શશી થરૂરે જણાવ્યું હતું કે ભારતે નક્કર પુરાવા વગર ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ન હતું. સરળ ભાષામાં કહું તો, કોઈને પણ કોઈ જ શંકા નહોતી, કોઈએ અમને પુરાવા માટે પૂછ્યું નથી. જોકે, મીડિયાએ પૂછ્યું હતું, બે-ત્રણ જગ્યાએ આ પ્રકારના સવાલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
`કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ`માં વાતચીત કરવાના સમયે જ્યારે તેમનો દીકરો તેમને પ્રશ્નો પૂછવા માટે ઊભો થયો ત્યારે શશી થરૂર હસી પડ્યા હતા અને તેઓએ એમ પણ કહ્યું હતું કે આને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપવી જોઈએ નહીં. એ મારો દીકરો છે. ત્યારે તેમના દીકરા ઇશાને કહ્યું હતું કે હું ઇશાન થરૂર. `ધ વોશિંગ્ટન પોસ્ટ`, હું એક વ્યક્તિગત હેસિયતથી સવાલ કરી રહ્યો છું.
જ્યારે ઇશાને પોતાના પિતાને સવાલ કર્યો કે શું કોઈપણ એવો દેશ છે કે જેણે ભારત પાસે પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી હોવાના પુરાવા માગ્યા હોય. કારણ કે પાકિસ્તાને વારંવાર આ બાબતનો ઈનકાર કર્યો છે. ત્યારે શશી થરૂરે (Shashi Tharoor On Operation Sindoor) સ્માઇલ કર્યું હતું અને કહ્યું હતું કે, "મને ખુશી છે કે તમે આ પ્રશ્ન પૂછ્યો. મેં આ બધું અગાઉથી નક્કી કર્યું નહોતું. આ છોકરો તેના પિતા સાથે આવું જ કરે છે.
ત્યારબાદ જઈને શશી થરૂરે દીકરાને જવાબ આપ્યો હતો કે, કોઈપણ વિદેશી સરકારે પાકિસ્તાન વિરુદ્ધ પુરાવા માંગ્યા નથી. ભારતે સંપૂર્ણ વિશ્વાસ બાદ જ આ કાર્યવાહી કરી હતી અને આંતરરાષ્ટ્રીય સમુદાય પણ જાણે છે કે પાકિસ્તાન સતત આતંકવાદનું સમર્થન કરતું આવ્યું છે.
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે (Shashi Tharoor On Operation Sindoor) ઉમેર્યું હતું કે, "હું ખૂબ જ સ્પષ્ટ કરી દેવા માગું છું કે ભારતે નક્કર પુરાવા વગર આ પગલું ભર્યું નથી. અમે એમનો સામનો કર્યો. કાં તો અમે આતંકવાદીઓને પકડી પાડ્યા અથવા તો તેમને મારી નાખ્યા હતા, ઓછામાં ઓછું નુકસાન થયું. બહુ ઓછા પ્રમાણમાં જાનહાનિ થઈ હતી. આ હુમલામાં અત્યાધુનિક, આયોજિત, ઇરાદાપૂર્વકના ઓપરેશનની તમામ લાક્ષણિકતાઓ હતી. ત્યારબાદ થરૂરે ઓસામા બિન લાદેન અને 26/11 હુમલાનું ઉદાહરણ પણ સામે મૂક્યું હતું કે આ એ તમામ ઉદાહરણો છે કે પાકિસ્તાન આતંકવાદીઓને મોકલે છે અને પછી હાથ ઊંચા કરી લે છે. દરમિયાન, કોંગ્રેસ નેતા શશી થરૂરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાના વિચારને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે મધ્યસ્થતાનો શબ્દ જ અમને મંજૂર નથી.
કોંગ્રેસના સંસદસભ્ય શશી થરૂરના નેતૃત્વમાં ભારતનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ અમેરિકામાં છે. ભારતીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વૉશિંગ્ટનમાં અમેરિકન સંસદની વિદેશી બાબતોની સમિતિને મળ્યું હતું. આ બેઠકમાં અમેરિકાના સંસદસભ્યોએ ભારતને મજબૂત ટેકો આપ્યો હતો અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતના વલણની પણ પ્રશંસા કરી હતી. ભારતીય પ્રતિનિધિમંડળને મળ્યા બાદ વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ બ્રાયન માસ્ટે કહ્યું હતું કે ‘આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બેઠક હતી. અમને અમારા સાથીઓ અને મિત્રોને મળવાનો ગર્વ છે. અમે બધાએ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. આવા હુમલાઓ માટે દુનિયામાં કોઈ સ્થાન નથી. જ્યારે તમારા પર હુમલો થાય છે ત્યારે તમારી પાસે એ હુમલાનો જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ સારા સંબંધો છે અને ભવિષ્યમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં ઘણો વિકાસ અને વિસ્તરણ થવાની સંભાવના છે. આપણે આતંકવાદ સામે સાથે મળીને કામ કરવું પડશે જેથી આતંકવાદીઓ ફરીથી કોઈ પણ દેશ પર આ રીતે હુમલો ન કરી શકે.’

