ભારત સાથે સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે રશિયાની પહેલ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રશિયા અને ભારત વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બનાવવા માટે હવે રશિયા એની યુનિવર્સિટીઓમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપી રહ્યું છે.
રશિયન સરકારમાં વિજ્ઞાન અને ઉચ્ચ શિક્ષણના નાયબ પ્રધાન કૉન્સ્ટન્ટિન મોગિલેવ્સ્કીએ તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે વધુ ને વધુ રશિયન વિદ્યાર્થીઓ હિન્દી શીખે, કારણ કે ભારત આજે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને ઘણા ભારતીયો તેમના રોજિંદા જીવનમાં અંગ્રેજી કરતાં હિન્દી બોલવાનું વધુ પસંદ કરે છે એટલે ભારતને વધુ નજીકથી સમજવા માટે હિન્દી શીખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
આ મુદ્દે બોલતાં કૉન્સ્ટન્ટિન મોગિલેવ્સ્કીએ એમ પણ કહ્યું હતું કે ‘હવે રશિયાના યુવાનો માટે હિન્દી શીખવું પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે. ફક્ત રાજધાની મૉસ્કોમાં મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટી જેવી ઘણી મોટી યુનિવર્સિટીઓમાં હિન્દી શીખવવામાં આવી રહી છે. સારી વાત એ છે કે હિન્દીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ ક્રેઝ ફક્ત મૉસ્કો પૂરતો મર્યાદિત નથી, પરંતુ સેન્ટ પીટર્સબર્ગ અને કાઝાન જેવાં મોટાં શહેરોમાં પણ હિન્દી શીખતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.`


