અભ્યાસમાં, સંશોધકોએ સમજાવ્યું કે જ્યારે ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધક હોય તેવા ચેપનું કારણ બની શકે છે, કેટલાક પ્રકારના બેસિલસ જઠરાંત્રિય સમસ્યાઓનું કારણ બની શકે છે

પ્રતીકાત્મક તસવીર
એક નવા અભ્યાસ (New Study)માં જાણવા મળ્યું છે કે ફરીથી વાપરી શકાય તેવી બોટલ (Reusable Water Bottles)માં સરેરાશ ટોયલેટ સીટ કરતાં 40,000 ગણા વધુ બેક્ટેરિયા હોય શકે છે.
હફપોસ્ટમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, યુએસ સ્થિત WaterFilterGuru.comના સંશોધકોની એક ટીમે બોટલના જુદા જુદા ભાગોમાંથી સ્પાઉટ-કેપ્સ, સ્ક્રુ-કેપ્સ, ડિટેચેબલ કેપ્સ અને પુશ-ક્લોઝ કેપ્સ સાથે ત્રણ વખત પરીક્ષણ કર્યું. સ્વૉબ પણ લેવામાં આવ્યા અને તેમના પર બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળ્યા - ગ્રામ-નેગેટિવ રૉડ્સ અને બેસિલસ.
ઓસ્ટ્રેલિયન કેથોલિક યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ અને હોર્ડિંગ ડિસઓર્ડર નિષ્ણાત એસોસિયેટ પ્રોફેસર કેઓંગ યેપે તાણ દૂર કરવા માટે બાળકો દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ (સ્ટફ્ડ રમકડાં વગેરે) સાથે તારણની સરખામણી કરતાં કહ્યું કે, "આ એવી વસ્તુઓ છે, જે આપણને દગો આપતી નથી. તે ભરોસાપાત્ર છે અને તે લોકો જેવા નથી કે જેઓ આપણને નુકસાન પહોંચાડી શકે."
અભ્યાસમાં, સંશોધકોએ સમજાવ્યું કે જ્યારે ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધક હોય તેવા ચેપનું કારણ બની શકે છે, કેટલાક પ્રકારના બેસિલસ જઠરાંત્રિય સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમણે બોટલોની સફાઇની સરખામણી રોજિંદા ઉપયોગમાં લેવાતી ઘરની વસ્તુઓ સાથે કરી અને જોયું કે બોટલમાં રસોડાના સિંક કરતા બમણા જંતુઓ હોય છે. કૉમ્પ્યુટર માઉસ કરતાં ચાર ગણા અને પાલતું ખોરાકની વાનગી કરતાં 14 ગણાં વધુ જીવાણુઓ હોય શકે છે.
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, ઈમ્પિરિયલ કૉલેજ લંડનના મોલેક્યુલર માઇક્રોબાયોલોજિસ્ટ ડૉ. એન્ડ્ર્યુ એડવર્ડ્સે જણાવ્યું હતું કે, “માનવનું મોઢું બેક્ટેરિયાની વિશાળ શ્રેણીનું ઘર છે. તેથી વાસણો પર સૂક્ષ્મજીવાણુઓ મોટી સંખ્યામાં હોય તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.”
યુનિવર્સીટી ઑફ રીડિંગના માઇક્રોબાયોલોજિસ્ટ ડૉ. સિમોન ક્લાર્કના જણાવ્યા અનુસાર પાણીની બોટલો પર પણ મોટી સંખ્યામાં બેક્ટેરિયા હોય છે. તેમ છતાં, તે જરૂરી નથી કે બોટલ જોખમી સાબિત થાય. તેમણે કહ્યું કે “મેં ક્યારેય કોઈને બોટલનું પાણી પીવાથી બીમાર થયાનું સાંભળ્યું નથી.”
આ પણ વાંચો: અમેરિકાની બૅન્કિંગ સિસ્ટમ સુરક્ષિત છે : જો બાઇડન
આ ઉપરાંત, અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે પ્રકારની બોટલો ચકાસવામાં આવી હતી, તેમાંથી પુશ-ક્લોઝ ઢાંકણા ધરાવતી બોટલો સૌથી વધુ સ્વચ્છ હતી. સંશોધકો ભલામણ કરે છે કે પુનઃઉપયોગમાં લઈ શકાય તેવી બોટલને દિવસમાં ઓછામાં ઓછા એક વખત ગરમ પાણી અને સાબુથી ધોવી જોઈએ અને અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર તેને સેનિટાઈઝ કરવી જોઈએ.