બૅન્કમાંની તમારી થાપણો તમને જ્યારે જોઈશે ત્યારે મળી શકશે

જો બાઇડન
વૉશિંગ્ટન (આઇ.એ.એન.એસ.) : અમેરિકાના પ્રમુખ જો બાઇડને ગઈ કાલે અમેરિકનોને બૅન્કિંગ સિસ્ટમ સુરક્ષિત હોવાની હૈયાધારણ આપી હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં મારા વહીવટમાં કરાયેલા ઝડપી કામકાજને આભાર એમ જણાવી રિપોર્ટ્સમાં ઉમેરાયું હતું કે અમેરિકન્સ વિશ્વાસ કરી શકે છે કે બૅન્કિંગ સિસ્ટમ સુરક્ષિત છે. બૅન્કમાંની તમારી થાપણો તમને જ્યારે જોઈશે ત્યારે મળી શકશે. તેમણે ફડચામાં ગયેલી બૅન્કો વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે કોઈને પણ બેલઆઉટ પૅકેજ નહીં મળે. ટૅક્સની ચુકવણી કરનારાઓના રૂપિયાને વેડફવામાં નહીં આવે.