લોકોએ હાથમાં તિરંગો લહેરાવીને ભારત માતાનો જયકાર કર્યો હતો. એક બાળકીએ ‘આઇ લવ મોદીજી’ના પોસ્ટર સાથે તેમનું સ્વાગત કર્યું હતું
આર્જેન્ટિનામાં વડા પ્રધાનના સ્વાગતમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઊઠ્યા
પાંચ દેશોની યાત્રા પર નીકળેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજો પડાવ આર્જેન્ટિનામાં હતો. અહીં તેમને ઍરપોર્ટ પર જ ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. તેઓ જ્યારે ભારતીય સમુદાયના લોકોને મળ્યા ત્યારે બાળકોને વહાલ કર્યું હતું. લોકોએ હાથમાં તિરંગો લહેરાવીને ભારત માતાનો જયકાર કર્યો હતો. એક બાળકીએ ‘આઇ લવ મોદીજી’ના પોસ્ટર સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

