Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Argentina

લેખ

ભૂકંપના જોરદાર ઝટકાથી આર્જેન્ટિનાથી ચિલી સુધીની ધરતી ધ્રૂજી ઊઠી

આર્જેન્ટિનામાં આવ્યો ૭.૫ તીવ્રતાનો ભૂકંપ ચિલી સુધી સુનામીની અલર્ટ જાહેર થઈ

ભૂકંપના જોરદાર ઝટકાથી આર્જેન્ટિનાથી ચિલી સુધીની ધરતી ધ્રૂજી ઊઠી હતી. આર્જેન્ટિનામાં ગઈ કાલે બીજી મેએ ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

03 May, 2025 01:20 IST | Argentina | Gujarati Mid-day Correspondent
પોપ ફ્રાન્સિસ સાથે વડા પ્રધાન મોદી (ફાઇલ તસવીર)
વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે મનુ ભાકરે ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો.

વર્લ્ડ કપ ૩૫ સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ કરશે ૨૩ વર્ષની શૂટર મનુ ભાકર

ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેળવનાર મનુ વર્લ્ડ કપમાં મહિલાઓની ઍર પિસ્ટલ અને પચીસ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ભાગ લેશે.

25 February, 2025 06:55 IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્યુરેઝા નામની ઘોડીના જનીનનો યુઝ કરીને આવી પાંચ ઘોડીઓ પેદા થઈ છે જે પોલો જગતમાં તરખાટ મચાવી શકે એવી સંભાવના છે.

એક ગજબ ઘોડીએ આપી પાંચ અજબ ઘોડી

પોલોની રમતમાં સ્પીડમાં દોડી શકે અને ઊંચી છલાંગ મારી શકે એવા પગના મસલ્સ ધરાવતી એક આખી નવી જ નસલ આર્જેન્ટિનાના પ્રાણીનિષ્ણાતોએ પેદા કરી છે

16 February, 2025 03:24 IST | Buenos Aires | Aashutosh Desai

ફોટા

તસવીર : એ.એફ.પી.

કતાર વર્લ્ડ કપના બે ગોલ્ડન બૉય્સ : ચૅમ્પિયન્સની અભૂતપૂર્વ પરેડ

‍ચૅમ્પિયનો બ્યુનસ આયરસના ઍરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં સુપરસ્ટાર લિયોનેલ મેસી ટ્રોફી લઈને વિમાનની બહાર આવ્યો હતો. ટીમની બસમાં ચડ્યા બાદ તેણે મજાકમાં ટ્રોફીને મજબૂત રીતે પકડી રાખી હતી અને સાથી-ખેલાડીને જાણે કહી રહ્યો હતો, ‘હું આ ટ્રોફી કોઈને નહીં આપું!’ મેસી આ ટ્રોફી સાથે ટુર્નામેન્ટના બેસ્ટ ખેલાડી બદલ ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ પણ જીત્યો હતો. ફાઇનલમાં ઐતિહાસિક હૅટ-ટ્રિક ગોલ કરનાર અને સ્પર્ધામાં સૌથી વધુ ૮ ગોલ કરવા બદલ ‘ગોલ્ડન બૂટ’નો પુરસ્કાર જીતનાર કીલિયાન ઍમ્બપ્પેનું ફ્રાન્સની રાજધાની પૅરિસની હોટેલ ડી ક્રિલૉનમાં લોકોએ શાનદાર સ્વાગત કર્યું હતું.

21 December, 2022 02:02 IST | Doha | Gujarati Mid-day Correspondent
લિયોનેલ મેસી

કતારના કાર્નિવલમાં ગ્રેટેસ્ટ ફુટબોલર મેસીની મિજબાની

રવિવારે કતારમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના ફિફા વર્લ્ડકપની ફાઇનલ યોજાઈ હતી. લિયોનેલ મેસીની કૅપ્ટન્સીમાં આર્જેન્ટિનાએ જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું હતું. કતારના ફિફા વર્લ્ડ કપમાં બન્ને ટીમ મુખ્ય મૅચ બાદ એક્સ્ટ્રા ટાઇમને અંતે ૩-૩ની બરાબરીમાં રહ્યા બાદ આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટીમાં ૪-૨થી હરાવ્યું હતું અને ત્રીજી વાર ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. આ જીત પછી મેસીનિ મિજબાની કરતા લોકો જોવા મળ્યા હતા તો ફ્રાન્સમાં તોફાનો થયા હતા. (તસવીરો : એ.પી./એ.એફ.પી.)

20 December, 2022 01:03 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: એ.એફ.પી.

જીત-હાર પછીની લાગણીઓ : કોઈના હાથમાં કપ, કોઈ થયું સ્તબ્ધ

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)ની સેમિફાઇનલમાં હાર-જીત બાદ ફેન્સમાં સર્જાયો `કહીં ખુશી-કહીં ગમ`નો માહોલ. જુઓ જીત-હાર પછીની તસવીરો

16 December, 2022 06:35 IST | Doha | Gujarati Mid-day Online Correspondent
લિયોનેલ મેસી (તસવીર સૌજન્ય ગુજરાતી મિડ-ડે)

અજબ-ગજબનાં મેસી-ફૅન, જુઓ તસવીર

ફ્લૅગમાં, ગોલપોસ્ટમાં, માસ્કમાં, ઢોલમાં અને પગના ટૅટૂમાં છવાયો સુપરસ્ટાર કતારમાં ફિફા વર્લ્ડ કપનો ફિવર પૂરબહારમાં ખિલ્યો છે. ફિફા વર્લ્ડ કપ સાથે હજી એક ફિવર છે અને તે છે મેસીનો ફિવર. આવો જોઈએ મેસી-ફૅનની તસવીરો… (એ.પી./એ.એફ.પી.)

02 December, 2022 10:43 IST | Doha | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફની જાહેરાત કરી

ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફની જાહેરાત કરી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા, ચીન પર ટેરિફ અને આર્જેન્ટિના સાથેના મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ આવતીકાલથી ૨૫% થી શરૂ થશે. તેમણે એમ પણ કહ્યું કે પારસ્પરિક ટેરિફ, જે અન્યના પ્રતિભાવમાં મૂકવામાં આવતા ટેરિફ છે, તે ૨ એપ્રિલથી શરૂ થશે, જોકે તેઓ શરૂઆતમાં ૧ એપ્રિલથી શરૂ કરવા માંગતા હતા, પરંતુ એપ્રિલ ફૂલના દિવસે તેમ કરવા માંગતા ન હતા. ટ્રમ્પે ભાર મૂક્યો કે ધ્યેય એ છે કે કંપનીઓ યુ.એસ.માં તેમના કાર પ્લાન્ટ અને અન્ય વ્યવસાયો બનાવે જેથી ટેરિફ ટાળી શકાય. તેમણે આર્જેન્ટિનાના નેતા પ્રત્યે પોતાનો સકારાત્મક દૃષ્ટિકોણ પણ વ્યક્ત કર્યો, તેમને એક મહાન નેતા ગણાવ્યા જેમણે દેશને બદલી નાખ્યો છે. વધુ વિગતો માટે વિડિઓ જુઓ.

04 March, 2025 02:20 IST | Washington
G20 સમિટ 2024: યુએસ, ફ્રાન્સ, ચીન, કેનેડા સહિત ટોચના નેતાઓ રિયો પહોંચ્યા

G20 સમિટ 2024: યુએસ, ફ્રાન્સ, ચીન, કેનેડા સહિત ટોચના નેતાઓ રિયો પહોંચ્યા

G20 સમિટ 2024 માટે નેતાઓએ રિયો ડી જાનેરોમાં આવવાની શરૂઆત કરી છે. હાજરી આપનારાઓમાં યુએસ પ્રમુખ જો બિડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલીનો સમાવેશ થાય છે. અન્ય મુખ્ય વ્યક્તિઓમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, તુર્કીના પ્રમુખ તૈયપ એર્દોગન, ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને ચિલીના પ્રમુખ ગેબ્રિયલ બોરિકનો સમાવેશ થાય છે. રિયોમાં G20 સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિશ્વના નેતાઓને એકસાથે લાવવામાં આવ્યા છે , જેમાં આર્થિક વૃદ્ધિ, આબોહવા પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય સહકાર પર અપેક્ષિત મહત્વપૂર્ણ વાટાઘાટો થશે . આ સમિટ વૈશ્વિક મુત્સદ્દીગીરી માટે એક મુખ્ય ઘટના છે અને આ નેતાઓની હાજરી ભવિષ્યની નીતિઓ ઘડવામાં અને આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા માટે બેઠકના મહત્વને દર્શાવે છે.

18 November, 2024 02:34 IST | Rio De Janeiro
G20 Summit 2023: આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝનું દિલ્હીમાં આગમન

G20 Summit 2023: આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝનું દિલ્હીમાં આગમન

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ 8 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચ્યા હતા. આલ્બર્ટો ફર્નાન્ડીઝ G20 સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી ઉતર્યા હતા. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિનું સ્વાગત માટે એરપોર્ટ પર ભારતીય બોલિવૂડ ડાન્સ કરવામાં આવ્યો હતો. G20 સમિટ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાવાની છે.

08 September, 2023 02:17 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK