ઈવાન્કા ટ્રમ્પે વડા પ્રધાન મોદી સાથેની તસવીરો શૅર કરી
તસવીર સૌજન્યઃ ઈવાન્કા ટ્રમ્પનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઈવાન્કા ટ્રમ્પે ત્રણ વર્ષ પહેલા ભારત પ્રવાસે આવેલી તે વખતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તસવીરો શૅર કરીને બે દેશો વચ્ચેના ‘મજબૂત સંબંધો’ બાબતે વાત કરી હતી.
View this post on Instagram
ADVERTISEMENT
તસવીરો શૅર કરતા તેણે કૅપ્શન આપી કે, આખુ વિશ્વ કોવિડ-19 મહામારી સામે લડી રહ્યુ છે, એવામાં આપણા દેશની સિક્યોરિટી, સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ વધારવામાં મજબૂત મિત્રતા સૌથી મહત્વનું છે.
આ વર્ષની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પ તેના કુટુંબ સાથે ભારત પ્રવાસે ‘નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ’માં આવ્યા હતા. કોવિડ-19ની સૌથી વધુ પ્રતિકૂળ અસર પણ ભારત અને યુએસ ઉપર પડી છે.
ઈવાન્કાએ જે ફોટો શૅર કર્યો છે તે નવેમ્બર 2017નો હૈદરાબાદની ગ્લોબલ આંત્રેપ્રેન્યોરશીપ સમિટનો છે.