આ ફાઇટથી જે કંઈ પણ ફન્ડ જનરેટ થશે એ આર્મ્ડ ફોર્સિસમાં ફરજ બજાવનારી વ્યક્તિઓ માટે ચૅરિટી માટે આપવામાં આવશે
ઝકરબર્ગ અને મસ્ક
એક્સના બૉસ ઇલૉન મસ્કે ગઈ કાલે જાહેર કર્યું હતું કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ સાથેની તેમની ફાઇટનું એક્સ પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. એક્સનું આ પહેલાંનું નામ ટ્વિટર હતું. ટેક્નૉલૉજીની દુનિયાના આ બે દિગ્ગજોએ ગયા મહિને કેજ ફાઇટમાં એકબીજાનો મુકાબલો કરવાની ચૅલેન્જને સ્વીકારતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર ખૂબ જ એક્સાઇટમેન્ટ જનરેટ થયું હતું. કેજ ફાઇટને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ પણ કહેવામાં આવે છે, જેમાં ફાઇટર્સ કેજ નામના એક ચોક્કસ ફાઇટિંગ એરિયામાં એકબીજાનો મુકાબલો કરે છે. એક ટ્વીટમાં મસ્કે લખ્યું હતું કે ‘ઝુક વર્સસ મસ્કની ફાઇટનું એક્સ પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ ફાઇટથી જે કંઈ પણ ફન્ડ જનરેટ થશે એ આર્મ્ડ ફોર્સિસમાં ફરજ બજાવનારી વ્યક્તિઓ માટે ચૅરિટી માટે આપવામાં આવશે.’ આ પહેલાં મસ્કે એક્સ પર લખ્યું હતું કે તે આખો દિવસ વેઇટ લિફ્ટિંગ કરીને ફાઇટ માટે તૈયારી કરી રહ્યો છે.


