એશિયા અને આફ્રિકાના દેશોના સ્ટુડન્ટ્સને પણ અસર પડી છે, પણ સૌથી વધારે ભારતીય સ્ટુડન્ટ્સ પ્રભાવિત થયા છે.
કૅનેડા વીઝા
અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારતીય સ્ટુડન્ટ્સ અને H-1B વીઝાધારકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે એના પાડોશી દેશ કૅનેડાએ પણ ભારતને ઝટકો આપ્યો છે. ૨૦૨૫માં કૅનેડાએ ૮૦ ટકા ભારતીય સ્ટુડન્ટ્સની વીઝા-અરજી રદ કરી દીધી છે. એક દશકમાં આ સૌથી વધુ છે. એશિયા અને આફ્રિકાના દેશોના સ્ટુડન્ટ્સને પણ અસર પડી છે, પણ સૌથી વધારે ભારતીય સ્ટુડન્ટ્સ પ્રભાવિત થયા છે.
૨૦૨૪માં કૅનેડાએ માત્ર ૧.૮૮ લાખ નવા ભારતીય સ્ટુડન્ટ્સને ઍડ્મિશન આપ્યું છે. બે વર્ષ પહેલાં ૩ લાખથી પણ વધારે સ્ટુડન્ટ્સને પ્રવેશ અપાયો હતો. હવે ભારતીય સ્ટુડન્ટ્સ જર્મની તરફ વળી રહ્યા છે. જર્મનીમાં ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા ૪૧ ટકા જેટલી વધી છે.
ADVERTISEMENT
નાની ભૂલને લીધે પણ અરજીઓ રિજેક્ટ થઈ રહી છે
કૅનેડામાં ઘરોની અછત છે અને સરકારની જાહેર સેવાઓ પર દબાણ વધ્યું છે. આને ધ્યાનમાં રાખીને ઓછા સ્ટુડન્ટ્સને દેશમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દરેક અરજદારની કડક તપાસ કરવામાં આવી રહી છે. જો અરજીમાં સહેજ પણ ભૂલ જોવા મળે તો એને રિજેક્ટ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, હવે કૅનેડામાં અભ્યાસ માટે બચત-રકમની મર્યાદા પણ વધારી દેવામાં આવી છે.


