Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હું પીઢ માણસ છું અને ૬ વર્ષના બાળક સામે ચૂંટણી લડી રહ્યો છું

હું પીઢ માણસ છું અને ૬ વર્ષના બાળક સામે ચૂંટણી લડી રહ્યો છું

29 April, 2024 08:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાઇટ હાઉસના પત્રકારો સાથેની ગોષ્ઠિમાં જો બાઇડને ડોનલ્ડ ટ્રમ્પની ખિલ્લી ઉડાવી

જો બાઇડન , ડોનાલ્ડ  ટ્રમ્પ

જો બાઇડન , ડોનાલ્ડ ટ્રમ્પ


અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને વાઇટ હાઉસના પત્રકારો સાથેના એક ડિનર-પ્રોગ્રામમાં તેમની અને તેમના વિરોધમાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઊભા રહેલા ડોનલ્ડ ટ્રમ્પની ઉંમરના મુદ્દે બોલતાં જણાવ્યું હતું કે ‘હા, ઉંમર એક મુદ્દો છે. હું એક પીઢ માણસ છું અને ૬ વર્ષના બાળકની સામે ચૂંટણી લડી રહ્યો છું. અમારા વચ્ચે ઉંમર એક જ કૉમન ફૅક્ટર છે.’ આ ડિનર વૉશિંગ્ટન હિલ્ટનમાં યોજાયું હતું. ઇઝરાયલમાં હમાસ સામેની લડાઈમાં અમેરિકા ઇઝરાયલના પડખે છે અને એના વિરોધમાં હોટેલની બહાર વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં હતાં. વિરોધ-પ્રદર્શન કરનારા લોકોનું કહેવું હતું કે ગાઝામાં પત્રકારોનાં મૃત્યુ થઈ રહ્યાં છે એથી પત્રકારોએ આ ડિનરનો બૉયકૉટ કરવો જોઈએ. હોટેલના ગેટ પર વિરોધકો મોટી સંખ્યામાં હાજર હોવાથી બાઇડન પાછલા ગેટથી હોટેલમાં પ્રવેશ્યા હતા. આ સ્થળે પણ થોડી સંખ્યામાં વિરોધકો હતા અને તેમણે કહ્યું હતું કે યુદ્ધવિરામ કરવો જોઈએ. 

આ ડિનરમાં પત્રકારો, રાજકીય નેતાઓ અને સેલિબ્રિટીઓ મોટી સંખ્યામાં હોટેલના બૅન્ક્વેટમાં ઉપસ્થિત હતા. બાઇડને આ ઇવેન્ટમાં સૌથી છેલ્લે ટૂંકુ પ્રવચન આપ્યું હતું અને તેમણે પત્રકારોને સલાહ આપતાં જણાવ્યું હતું કે તેમણે ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. પત્રકારોએ બીજા મુદ્દાઓ અને રાજકારણની ઇવેન્ટના સમાચારોમાં સનસનાટી મચાવવાથી બચવું જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK