Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઢળતી ઉંમરે એકલું લાગે છે?  NRI વડીલો માટે જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન

ઢળતી ઉંમરે એકલું લાગે છે?  NRI વડીલો માટે જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન

Published : 01 January, 2023 04:45 PM | Modified : 01 January, 2023 04:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ આયોજન અમદાવાદની સંસ્થા અનુબંધ ફાઉન્ડેશન દ્વારા અને સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ આંણદના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું છે.

NRI વડીલો માટે જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન

NRI વડીલો માટે જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન


સમગ્ર ભારતભરમાં સિનિયર સિટીઝનના 70 સંમેલનની ભવ્ય સફળતા બાદ હવે આણંદમાં પ્રથમવાર ઢળતી ઉંમરે એકલતા દૂર કરવા,એકબીજાનો પ્રેમ અને હૂંફ મેળવવા, પાનખરમાં વસંત લાવવાના ક્રાંતિકારી પગલાં રૂપે, એકલવાયું જીવન જીવતા વિદેશ વસતા વડીલો માટે એક અનોખા જીવનસાથી પરિચય સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 

આ આયોજન અમદાવાદની સંસ્થા અનુબંધ ફાઉન્ડેશન દ્વારા અને સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ આંણદના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી 8 જાન્યુઆરી, 2023ના રોજ યોજાનાર છે. ધર્મજ્ઞાતિના ભેદભાવ વિના નિઃશુલ્ક કરવામાં આવેલ છે. બહારગામ દૂરથી આવનાર સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે શનિવારે રાત્રિ-રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે .વેહલા તે પેહલાના ધોરણે નામ લખવામાં આવશે.



સંમેલનમાં ભાગ લેવા ઇચ્છતા સમગ્ર ગુજરાત મુંબઈ તેમજ અન્ય રાજ્યોના 50 થી 80 વયનાના કુંવારા, છૂટાછેડા, વિધવા વિધુર, સ્ત્રી પુરુષોએ પાસપોર્ટ ફોટો તથા આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે હાજર રેહવું. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં એન.આર .આઈ. ભાઈઓ અને બેહેનો ઇન્ડિયા આવતા હોવાથી તેઓ પણ આ સંમેલનનો લાભ લઇ શકે માટે આ સ્પેશ્યલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.પુરુષ ઉમેદવાર એન.આર.આઈ ન હોય તો પણ 50,000 થી વધારે આવકવાળા આ સંમેલનમાં ભાગ લઇ શકશે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2023 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK