Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હી કૅપિટલ્સે બેન ડકેટના સ્થાને રેહાન અહમદને કરારબદ્ધ કર્યો

દિલ્હી કૅપિટલ્સે બેન ડકેટના સ્થાને રેહાન અહમદને કરારબદ્ધ કર્યો

Published : 24 April, 2026 04:14 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિગ બૅશ લીગ, ધ હન્ડ્રેડ, ઇન્ટરનૅશનલ લીગ T20 અને T20 બ્લાસ્ટ જેવી ટુર્નામેન્ટ રમનાર આ બોલિંગ ઑલરાઉન્ડર પહેલી વખત IPLમાં રમતો જોવા મળશે.

રેહાન અહમદ

રેહાન અહમદ


દિલ્હી કૅપિટલ્સે ગઈ કાલે ઓપનર બેન ડકેટના સ્થાને ઇંગ્લૅન્ડના લેગ-સ્પિનર રેહાન અહમદને રિપ્લેસમેન્ટ ખેલાડી જાહેર કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ માટેની આગામી સિરીઝ માટે ફિટ રહેવા બેન ડકેટે બે કરોડ રૂપિયાનો કરાર તોડ્યો હતો. આ નિર્ણયના લીધે તે IPL-ડેબ્યુ પણ કરી શક્યો નહોતો. પાકિસ્તાની મૂળના ૨૧ વર્ષના રેહાન અહમદે પાંચ ટેસ્ટ-મૅચમાં ૨૨ વિકેટ, નવ વન-ડેમાં ૧૨ વિકેટ અને ૧૩ T20 મૅચમાં ૧૫ વિકેટ લીધી છે. દિલ્હીએ તેને ૭૫ લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. બિગ બૅશ લીગ, ધ હન્ડ્રેડ, ઇન્ટરનૅશનલ લીગ T20 અને T20 બ્લાસ્ટ જેવી ટુર્નામેન્ટ રમનાર આ બોલિંગ ઑલરાઉન્ડર પહેલી વખત IPLમાં રમતો જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 04:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK