Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Fire: માનખુર્દના સ્ક્રૅપ યાર્ડમાં ભભૂકી ઊઠી આગ- કોઈ જાનહાનિ નહીં

Mumbai Fire: માનખુર્દના સ્ક્રૅપ યાર્ડમાં ભભૂકી ઊઠી આગ- કોઈ જાનહાનિ નહીં

Published : 24 April, 2026 10:27 AM | Modified : 24 April, 2026 10:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Fire: વહેલી સવારે માનખુર્દ વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયરની આ ઘટના વિષે માહિતી મળતાં જ ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે દોડતી આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાંથી આગ (Mumbai Fire) લાગવાની ઘટના સામે આવી છે. આજે શુક્રવારે વહેલી સવારે માનખુર્દ વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયરની આ ઘટના વિષે માહિતી મળતાં જ ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે દોડતી આવી હતી. મુંબઈ ફાયર બ્રિગેડને આજે સવારે આશરે ૫ વાગ્યે માનખુર્દમાં લાગેલ આ આગની ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

લેવલ-૧ની હતી આ આગ



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)



ફાયર વિભાગ (Mumbai Fire) દ્વારા આગની ઘટનાની પ્રાથમિક તપાસ કર્યા બાદ તેની તીવ્રતા મુજબ વિવિધ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવતી હોય છે. ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળેલી આ આગની ઘટનાના થોડાક સમય બાદ ફાયર વિભાગ દ્વારા તેને લેવલ-1 તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી.

મુંબઈ ફાયર ડીપાર્ટમેન્ટ (Mumbai Fire)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર માનખુર્દના મંડાલામાં જી. એમ. લિંક રોડ પર એકતા નગરમાં આવેલ એક સ્ક્રેપ ડીલર યુનિટને અગનજ્વાળાઓએ ભરડામાં લીધેલ. આ આગમાં ચારથી પાંચ ગ્રાઉન્ડ ફ્લોર સ્ક્રેપ મટિરિયલથી ભરેલા યુનિટો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગની ત્વરિત દખલગીરીને કારણે તે નજીકના યુનિટ્સમાં ફેલાય તે પહેલા જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.  પરિસ્થિતિને કાબૂમાં લેવા અને વધુ નિક્સન થતું અટકાવવા માટે મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ સર્વિસ, સંબંધિત વીજવિતરણ કંપની, જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી) અને બીએમસી વોર્ડ સ્ટાફ સહિત અનેક એજન્સીઓને કામે લાગી ગઈ હતી. આ બધાના સંયુક્ત પ્રયાસોના ભાગરૂપે મોટું નુકસાન થતું અટક્યું હતું.

કોઈ જાનહાનિ થઈ નથી

જ્યારે આ ઘટના અંગે ફાયર વિભાગ (Mumbai Fire)ને ફોન કરવામાં આવ્યો ત્યારે તેણે આપેલી પ્રારંભિક માહિતી અનુસાર આગ લાગી તે સમયે કોઈપણ વ્યક્તિ યુનિટમાં અંદર ફસાયેલી નહોતી. જેથી જાનહાનિ થઈ નથી. અધિકારીઓએ પણ એ વાતની પુષ્ટિ કરી છે કે અત્યાર સુધી આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી.

આ સાથે જ મળતી માહિતી પ્રમાણે આ આગ ફરીથી ન ભડકે તે માટે કૂલિંગ કામગીરી ચાલી રહી છે.  વધુમાં, આગ લાગવાનું કારણ હજુ નક્કી થયું નથી અને આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

વાત મુંબ્રા વોર્ડ ઓફિસમાં લાગેલી આગની

મુંબ્રામાં સહયોગ એપાર્ટમેન્ટમાં આવેલ ઓલ્ડ મુંબ્રા વોર્ડ કમિટી ઓફિસમાં બુધવારે એટલે કે 22 એપ્રિલના રોજ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ફાયર બ્રિગેડ તરફથી ઝડપી પ્રતિસાદ મળ્યો હતો. મુંબ્રા ફાયર સ્ટેશનને આ ઘટના અંગે સાંજે 6:53 વાગ્યે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ અગ્નિશામક દળો આગને પૂરતા સાધનો સાથે સ્થળ પર મોકલવામાં આવ્યું હતું.

 

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK