આધ્યાત્મિકતાની અલખ જગાવતી નર્મદામાની ઉત્તરવાહિની પરિક્રમા આવતી કાલે શરૂ થઈ રહી છે જે એક મહિના સુધી ચાલશે. ભારતમાં કદાચ આ એક જ નદી એવી છે જે ગુજરાતના નર્મદા જિલ્લાનાં જંગલોમાં નૈસર્ગિક વાતાવરણમાં મોટાં-મોટાં કોતરોની વચ્ચેથી વહે છે
નર્મદા પરિક્રમા
માઈભક્તો માટે આસો નવરાત્રિની જેમ ચૈત્રી નવરાત્રિનું પણ એટલું જ મહત્ત્વ છે ત્યારે આ ચૈત્રી નવરાત્રિના પ્રારંભના આગલા દિવસથી નર્મદામૈયાની ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થવાની છે. ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદીની પરિક્રમાનું પુરાણોમાં એક આગવું મહત્ત્વ છે. આદિ-અનાદિકાળથી નર્મદામૈયાની પરિક્રમા થતી આવી છે અને ભક્તિભાવપૂર્વક થતી જ રહેશે, પરંતુ ચૈત્ર મહિના દરમ્યાન થતી નર્મદામૈયાની ઉત્તરવાહિની પરિક્રમાનું ધાર્મિક દૃષ્ટિએ પણ માહાત્મ્ય છે.




