ગુજરાત(Gujarat)ના વિસાવદર વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે. જેમાં OYO Roomના રિસેપ્શન પર જોવા મળી રહ્યાં છે.
ભુપત ભાયાણી
ગુજરાત(Gujarat)ના વિસાવદર વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભૂપતભાઈ ભાયાણી(AAP MLA Bhupat Bhayani)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વાસ્તવમાં ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ 8 જૂનના રોજ મહિલા સાથે સુરત(Surat)ના કડોદરા વિસ્તારની એક હોટલમાં પહોંચ્યા હતા. મહિલાએ પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો.ધારાસભ્ય મહિલા સાથે હોટલના રૂમમાં પહોંચ્યા હતા જ્યારે થોડા સમય બાદ મહિલાનો પતિ તેની પાછળ ગયો હતો. આ પછી ધારાસભ્યને પોતાનો ચહેરો છુપાવીને ગેસ્ટ હાઉસમાંથી ભાગવું પડ્યું હતું.
વાયરલ વીડિયો સુરત(Surat)ના કડોદરા વિસ્તારમાં આવેલા સૂરજ ગેસ્ટ હાઉસનો હોવાનું કહેવાય છે.જૂનાગઢ(Junagadh)ના વિસાવદર વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભૂપતભાઈ ભાયાણી (AAP MLA Bhupat Bhayani)આ હોટલના કાઉન્ટર પાસે ઊભેલા જોવા મળે છે. , MLA ગેસ્ટ હાઉસના કાઉન્ટર પર બેઠેલી વ્યક્તિ રજિસ્ટરમાં એન્ટ્રી કરી રહી છે.ધારાસભ્યની સાથે એક મહિલા ઉભી છે, જેણે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંક્યો છે.
ADVERTISEMENT
સામે આવેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે MLA ગેસ્ટ હાઉસના કાઉન્ટર પર બેઠેલો વ્યક્તિ રજિસ્ટરમાં એન્ટ્રી કરી રહ્યો છે. ધારાસભ્ય(Gujarat MLA)ની સાથે એક મહિલા ઉભી છે, જેણે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંક્યો છે. સૂત્રોનું માનીએ તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર(AAP MLA Bhupat Bhayani)ભાઈ લગભગ 50 મિનિટ સુધી ગેસ્ટ હાઉસના રૂમમાં રોકાયા હતા. તેણે રૂમનું ભાડું 800 રૂપિયા પણ ચૂકવ્યું હતું, પરંતુ તેની સાથે આવેલી મહિલાના પતિ ગેસ્ટ હાઉસમાં પહોંચતા જ ધારાસભ્ય(Gujarat MLA)ના હોશ ઉડી ગયા હતા અને ચુપચાપ રૂમાલ વડે મોઢું ઢાંકીને ચાલ્યા ગયા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈનો આ સીસીટીવી ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
આરોપો મુજબ, મહિલાના પતિએ પોતાનું વૈવાહિક જીવન બચાવવાના પ્રયાસમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. આ સિવાય એવા સમાચાર છે કે તેણે રેકોર્ડ કરેલા વીડિયોને હજુ સાર્વજનિક કર્યો નથી. રિપોર્ટ મુજબ, મહિલાના પતિનો દાવો છે કે જો પોલીસ તપાસ હાથ ધરવામાં આવશે તો ભૂપત ભાયાણીની અન્ય મહિલાઓ સાથેના ઘનિષ્ઠ સંબંધોમાં કથિત સંડોવણી પણ સામે આવશે. નોંધનીય છે આપ નેતાની આવી કરતુતથી ગુજરાત(Gujarat)ના રાજકારણમાં ગરમાવો જોવા મળી શકે છે. શાસન પક્ષને પ્રહાર કરવા માટે વધુ એક મુદ્દો મળી ગયો હોવાથી તેઓ કેજરીવાલની પાર્ટી પર અને તેના નેતાઓ પર આંગળી ચિંધી શકે છે.


