વિજયભાઈની જન્મ તારીખ બીજી ઑગસ્ટ હતી અને ગઈ કાલે પ્લેનમાં તેમનો સીટ નંબર 2D હતો. અહીં પણ અંકનો યોગાનુયોગ હતો.
વિજય રૂપાણી અને તેમની કાર
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું ગઈ કાલે ઍરપ્લેન ક્રૅશમાં નિધન થયું હતું. ૧૨૦૬ નંબર વિજયભાઈનો ફેવરિટ નંબર હતો. તેમણે પોતાની પહેલી વૅગન-આર કાર અને પહેલી ઍક્ટિવાની નંબર-પ્લેટ પણ ૧૨૦૬ લીધી હતી. રાજકોટમાં ૧૨૦૬ નંબરની કાર કે ઍક્ટિવા નીકળે એટલે લોકો સમજી જાય કે આ વિજયભાઈ રૂપાણીનું જ વાહન છે. જોકે ગઈ કાલે ૧૨ જૂન એટલે કે ૧૨-૦૬ નંબર તેમના માટે અનલકી સાબિત થયો હતો. વિજયભાઈની જન્મ તારીખ બીજી ઑગસ્ટ હતી અને ગઈ કાલે પ્લેનમાં તેમનો સીટ નંબર 2D હતો. અહીં પણ અંકનો યોગાનુયોગ હતો.

