Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ૯ દિવસમાં પાંચ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું

ગુજરાતમાં ૯ દિવસમાં પાંચ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું

Published : 27 September, 2026 09:37 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે છેલ્લાં ૩ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યાઃ આત્મહત્યા પાછળ શિક્ષણનું વેપારીકરણ, પેપર-લીક, પરીક્ષાનું દબાણ અને બેરોજગારીનું કારણ જવાબદાર હોવાનો કર્યો દાવો

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશી

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશી


ગુજરાતમાં છેલ્લા ૯ દિવસમાં સુરત, રાજકોટ અને વડોદરામાં પાંચ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાની ચિંતાજનક ઘટનાઓ બની છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યો છે. આત્મહત્યા પાછળ શિક્ષણનું વેપારીકરણ, પેપર-લીક, પરીક્ષાનું દબાણ અને બેરોજગારી જવાબદાર હોવાનો દાવો અને આક્ષેપ ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કર્યો છે.   

ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘છેલ્લા ૯ દિવસમાં સુરત અને રાજકોટમાં બે–બે ઘટના તેમ જ વડોદરામાં એક ઘટનામાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. ગુજરાતમાં છેલ્લાં ૩ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી, બેરોજગારી સહિતના કારણસર વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતમાં છેલ્લાં ૩ વર્ષમાં ૧૦૨૪થી વધુ દીકરીઓએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું છે. તાજેતરમાં નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષામાં પેપર-લીકના કારણે હતાશ–નિરાશ થઈને ૨૧ જેટલાં આશાસ્પદ બાળકોએ આત્મહત્યા કરી હતી જેમાંથી એક વિદ્યાર્થી ગુજરાતનો હતો. ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ હવે વ્યક્તિગત દુઃખદ ઘટનાઓ નથી રહી પરંતુ દેશની શિક્ષણ, રોજગાર અને માનસિક આરોગ્ય વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતિબિંબ છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 09:37 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK