Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે લોકલ ટ્રેનની મુસાફરી કરતાં પહેલાં ચકાસજો શિડ્યુલ: મુખ્ય લાઇન્સ પર છે મેગા બ્લૉક

આજે લોકલ ટ્રેનની મુસાફરી કરતાં પહેલાં ચકાસજો શિડ્યુલ: મુખ્ય લાઇન્સ પર છે મેગા બ્લૉક

Published : 27 September, 2026 10:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai local train: ૨૭ સપ્ટેમ્બરના રોજ જો તમે પણ લોકલ ટ્રેનની મુસાફરીનો કોઈ પ્લાન કરી રહ્યા છો તો આ મેગા બ્લૉકનું શિડ્યુલ જોઈને જ નિર્ણય લેજો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈગરાઓને ગણેશોત્સવમાં કોઈ તકલીફ ન થાય તે માટે રેલવે પ્રશાસન (Mumbai local train) દ્વારા તે સમયગાળા દરમિયાન કોઈ બ્લૉક રાખ્યો નહોતો. પરંતુ હવે જેવો ગણેશોત્સવ પૂર્ણ થયો છે ત્યાં આજે રવિવારે મેગા બ્લૉક રાખવામાં આવ્યો છે. આજે એટલે કે ૨૭ સપ્ટેમ્બરના રોજ જો તમે પણ લોકલ ટ્રેનની મુસાફરીનો કોઈ પ્લાન કરી રહ્યા છો તો આ મેગા બ્લૉકનું શિડ્યુલ જોઈને જ નિર્ણય લેજો. રેલવે પ્રશાસન દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામકાજને લઈને સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન એમ ત્રણેય રેલવે લાઈન પર મેગાબ્લોક મૂક્યો છે.

સેન્ટ્રલ લાઇન પર કઈ કઈ જગ્યાએ બ્લૉક



સેન્ટ્રલ રેલવેમાં (Mumbai local train) માટુંગાથી મુલુંડ (અપ અને ડાઉન ફાસ્ટ લાઈન) પર સવારે ૧૧:૦૫ થી બપોરે ૩:૪૫ વાગ્યા સુધી બ્લૉક રહેવાનો છે. ડાઉન ફાસ્ટ ટ્રેનો: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી સવારે ૧૦:૩૬ થી બપોરે ૩:૧૦ વાગ્યા વચ્ચે ઊપડતી ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનોને માટુંગા ખાતે ડાઉન સ્લો લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો માટુંગા અને મુલુંડ વચ્ચેના તમામ સ્ટેશનો પર ઊભી રહેશે અને પોતાના નિર્ધારિત સમય કરતાં ૧૫ મિનિટ મોડી પહોંચશે. ઠાણેથી આગળ જવા માટે આ ટ્રેનોને મુલુંડ ખાતે ફરી ફાસ્ટ લાઈન પર લેવાશે. અપ ફાસ્ટ ટ્રેનો: ઠાણેથી સવારે ૧૧:૦૩થી બપોરે ૩:૩૮ વાગ્યા વચ્ચે ઊપડતી અપ ફાસ્ટ ટ્રેનો મુલુંડ ખાતે સ્લો લાઈન પર ડાયવર્ટ કરાશે. મુલુંડથી માટુંગા વચ્ચે તમામ સ્ટેશનો પર હોલ્ટ લઈને માટુંગા પછી ફરી અપ ફાસ્ટ લાઈન પર ચાલશે. આ ટ્રેનો પણ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ૧૫ મિનિટ જેટલો તો વિલંબ લાગશે જ. આ સાથે જ તમને જણાવી દઈએ કે બપોરે ૧:૪૮ વાગ્યે ખોપોલીથી ઊપડતી ખોપોલી – CSMT લોકલ તેના નિયત સમયને બદલે બપોરે ૨:૦૬ વાગ્યે રવાના થશે.


હાર્બર લાઈન પર કઈ કઈ જગ્યાએ બ્લૉક

હાર્બર લાઇન (Mumbai local train)ની વાત કરીએ તો કુર્લાથી વાશી (અપ અને ડાઉન હાર્બર લાઈન) પર સવારે ૧૧:૧૦થી સાંજે ૪:૧૦ વાગ્યા સુધી બ્લૉક યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન CSMTથી સવારે ૧૦:૩૪ થી બપોરે ૩:૩૬ વચ્ચે વાશી/બેલાપુર/પનવેલ તરફ જતી ડાઉન ટ્રેનો અને પનવેલ/બેલાપુર/વાશીથી સવારે ૧૦:૧૭ થી બપોરે ૩:૪૭ વચ્ચે CSMT તરફ આવતી અપ ટ્રેન સેવાઓ કેન્સલ કરવામાં આવી છે. બ્લોકના સમયગાળા દરમિયાન CSMT – કુર્લા – CSMT અને પનવેલ – વાશી – પનવેલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રાન્સ-હાર્બર અને ઉરણ પોર્ટ લાઈન પરની ટ્રેનો રવિવારના સામાન્ય સમયપત્રક મુજબ ચાલશે. હાર્બર લાઈન પર મુસાફરી કરી રહેલા કમ્યુટર્સને ખાસ જણાવવું કે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા દરમિયાન ઠાણે – વાશી/નેરુળ રૂટ પર મુસાફરી કરવી.


વેસ્ટર્ન લાઇન પર કોઈ બ્લૉક નથી

સેન્ટ્રલ અને હાર્બર લાઇન (Mumbai local train)ની સાથે આજે વેસ્ટર્ન રેલવેએ પણ બ્લૉકની જાહેરાત કરી છે. વસઈ રોડથી ભાઈંદર (અપ અને ડાઉન સ્લો લાઈન) પર ગઈકાલે મોડી રાત્રે ૧૨:૩૦થી રવિવારે સવારે ૪:૩૦ વાગ્યા સુધી (નાઈટ જમ્બો બ્લોક) રાખવામાં આવ્યો હતો.  જમ્બો બ્લોકના સમયગાળા દરમિયાન સ્લો લાઈન પરની તમામ ટ્રેનો વિરાર/વસઈ રોડ અને બોરીવલી/ભાઈંદર વચ્ચે ફાસ્ટ લાઈન પર ચલાવવામાં આવી હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે  પશ્ચિમ રેલવે પર રવિવારે દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારનો મેગાબ્લોક રહેશે નહીં, જેથી દિવસ દરમિયાન આ માર્ગ પર મુસાફરી કરતા મુસાફરોને રાહત મળશે.

ટૂંકમાં, જો તમે આજે રવિવારે લોકલ પકડવા ઘરેથી નીકળો એ પહેલાં ટ્રેનોનું ટાઈમટેબલ ચકાસીને જ નીકળશો.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK