મૅચમાંથી વિરાટ કોહલીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તે તિરુવનંતપુરમ સ્ટેડિયમમાં હાજર ચાહકો સામે જોઈને સંગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. પહેલી વન-ડેમાં ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
વિરાટ કોહલીનો ડાન્સ વાયરલ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી વન-ડે મૅચ દરમિયાન વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેનું કારણ તેની રમત નહીં, પરંતુ મેદાન પરનો તેનો મસ્તીભર્યો અંદાજ હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિરાટ કોહલી ફિલ્ડિંગ કરતી વખતે ડાન્સ કરતો જોવા મળે છે.
`કવર` પોઝિશન પર ડાન્સ કરતો જોવા મળ્યો કોહલી
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી `કવર` ફિલ્ડિંગ કરતા જોવા મળે છે. ઓવરો વચ્ચેના બ્રેક દરમિયાન, તે સ્ટેડિયમમાં વાગી રહેલા મ્યુઝિક પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેણે સંગીતના તાલે માથું હલાવ્યું ડાન્સ મૂવ્સ બતાવ્યા. વિરાટ કોહલીના આ શોર્ટ ડાન્સે સ્ટેડિયમમાં હાજર ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવતા જ તે ક્રિકેટ ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો. વિરાટ કોહલી મેદાન પર તેના ઉત્સાહી સ્વભાવ માટે જાણીતો છે. મૅચ દરમિયાન તેની પ્રતિક્રિયાઓ, સેલિબ્રેશન અને સાથી ખેલાડીઓ સાથેની વાતચીત ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. આ વખતે ફિલ્ડિંગ કરતી વખતે તેનો મસ્તીભર્યો અંદાજ જોવા મળ્યો હતો.
તિરુવનંતપુરમમાં પણ ચાહકોને પોતાનો અંદાજ બતાવ્યો
mansik santulan pic.twitter.com/exeZjyIsEN
— ࿗? (@mathakedarad_) September 27, 2026
મૅચમાંથી વિરાટ કોહલીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તે તિરુવનંતપુરમ સ્ટેડિયમમાં હાજર ચાહકો સામે જોઈને સંગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. પહેલી વન-ડેમાં ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સ બાદ ભારત સામે રન ચેઝ કરવાનું પડકાર છે. આ સંદર્ભમાં વિરાટ કોહલીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.
15,000 વન-ડે રનથી 59 રન દૂર
રેકોર્ડની દ્રષ્ટિએ પણ વિરાટ કોહલી માટે આ મૅચ મહત્ત્વપૂર્ણ છે. તે વન-ડે ક્રિકેટમાં 15,000 રન પૂરા કરવાથી માત્ર 59 રન દૂર છે. જો તે આ મૅચમાં 59 રન બનાવે છે, તો તે વન-ડે ક્રિકેટમાં 15,000 રન પૂરા કરનાર બીજો બૅટર બની જશે. સચિન તેન્ડુલકર એકમાત્ર એવો ખેલાડી છે જેણે તેના પહેલા આ સિદ્ધિ હાંસલ કરી છે. પરિણામે, ચાહકોની નજર વિરાટ કોહલીની બૅટિંગ પર પણ છે. મૅચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
પહેલી ઇનિંગ પૂર્ણ
Sometimes I look at him and see a man but then he smiles and my little boy is right back. pic.twitter.com/J7m8ZHhYU0
— Alpha (@alphax18i) September 27, 2026
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મૅચવાળી ODI સિરીઝની પહેલી મૅચની પહેલી ઇનિંગ પૂર્ણ થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝે પહેલા બૅટિંગ કરી સાત વિકેટ ગુમાવતાં 295 રન બનાવ્યા છે, જેથી ભારતે હવે 50 ઓવરમાં 296 રન બનાવવા પડશે. ભારત વતી કુલદીપ યાદવે 40 રન આપી ચાર વિકેટ ઝડપી હતી અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે અને નીતિશ કુમાર રેડ્ડીએ એક વિકેટ લીધી હતી.
