જેસીપી ક્રાઈમ બ્રાન્ચ શરદ સિંહના જણાવ્યા અનુસાર, રેનીના કૃત્યો પાછળનો હેતુ વ્યક્તિગત હોવાનું જાણવા મળ્યું. રેનીને એક એવા પુરુષ સાથે પ્રેમ રાખ્યો હતો જેણે તેને નકારી કાઢી હતી અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બૉમ્બ ધમકીભર્યા ઇ-મેઇલ મોકલીને અરાજકતા ફેલાવનાર ચેન્નાઈની રેની જોસિલ્ડા નામની એક મહિલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. રોબોટિક્સમાં ડિગ્રી ધરાવતી 25 વર્ષીય યુવતીએ 11 રાજ્યોની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો અને સ્ટેડિયમમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાના ધમકીભર્યા ઇ-મેઇલ મોકલ્યા હતા. આ મહિલાએ ફક્ત અમદાવાદને 21 ધમકીભર્યા ઇ-મેઇલ મોકલ્યા હતા. આ સાથે મહિલાએ અમદાવાદમાં ક્રૅશ થયેલા પ્લેનની પણ જવાબદારી લીધી હતી.
બનાવટી ઓળખનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરવા છતાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ ટીમો દ્વારા છ મહિનાની સઘન તપાસ બાદ આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી. રેનીએ ભૂલ કરી જેથી તેની ધરપકડ કરી. તેણે આ ધમકીઓ આપવા માટે પાકિસ્તાની આઇડી અને ખોટા નામોનો ઉપયોગ કર્યો હતો, અમદાવાદની એક હૉસ્પિટલને લખેલા તેના છેલ્લા ઇ-મેઇલમાં વિમાન દુર્ઘટનાની જવાબદારી પણ સ્વીકારી હતી. આના કારણે પોલીસની તપાસમાં વધારો થયો અને તે ઝડપી બની.
ADVERTISEMENT
જેસીપી ક્રાઈમ બ્રાન્ચ શરદ સિંહના જણાવ્યા અનુસાર, રેનીના કૃત્યો પાછળનો હેતુ વ્યક્તિગત હોવાનું જાણવા મળ્યું. રેનીને એક એવા પુરુષ સાથે પ્રેમ રાખ્યો હતો જેણે તેને નકારી કાઢી હતી અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું. બદલો લેવાની ભાવનાથી રેનીએ બૉમ્બ ધમકીઓ મોકલવા માટે આવી ભયાનક યોજના બનાવી હતી. પોલીસે શોધી કાઢ્યું કે, પોતાની ઓળખ છુપાવવા માટે, રેનીએ દિવિશ પ્રભાકર અને અંજની કુમાર જેવા નામોનો ઉપયોગ કરીને નકલી Gmail એકાઉન્ટ બનાવ્યા હતા. તેણે ડાર્ક વેબ, પ્રોટોનમેઇલ અને ટોર બ્રાઉઝર જેવા અદ્યતન પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરીને તેના લક્ષ્યો સાથે અનામી રીતે વાતચીત કરી હતી.
રેનીનો ગુનાહિત ઇતિહાસ પણ એટલો જ ચોંકાવનારો છે એવું જાણવા મળ્યું. 2021-22માં, તેણે તેના મિત્રોના વર્ચ્યુઅલ નંબરોનો ઉપયોગ કરીને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા. તે તેના મિત્રોને મનોરંજન માટે હેરાન કરતી હોવાનો પણ ખુલાસો થયો હતો. વધુમાં, 2019 માં, તેના પર ઓનલાઈન મુશ્કેલી ઊભી કરવા માટે નકલી એકાઉન્ટનો ઉપયોગ કરવામાંનો આરોપ હતો અને તે સાબિત પણ થયો હતો. ટૅક્નોક્રેટની કુશળતા હોવા છતાં, રેનીએ એક ગંભીર ભૂલ કરી જેના કારણે પ્રશાસનને તેની સામે નક્કર પુરાવા એકઠા કરવાની મંજૂરી મળી હતી. ચેન્નાઈમાં ધરપકડ થયા પછી, તેણીએ તેના ગુનાઓની કબૂલાત કરી હતી. હાલમાં, પોલીસ તેની આવી યોજનાઓમાં હજી કેટલા લોકો સામેલ હોઈ શકે છે તેની તપાસ પોલીસ કરી રહી છે, અને વધુ પુરાવા શોધવા માટે તેના મોબાઇલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે.

