ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાંથી જે વળતર મળશે એ શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા પાછળ ખર્ચાશે.
લાઇફમસાલા
શક્તિપીઠ અંબાજી મંદિર
શક્તિપીઠ અંબાજી મંદિરને દર વર્ષે કરોડો રૂપિયાનું દાન મળે છે જેમાં મોટો હિસ્સો ગોલ્ડનો પણ હોય છે. મંદિર ટ્રસ્ટે દાનમાં મળેલા ૧૨૨ કરોડ રૂપિયાના સોનાનું સરકારની ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ્સમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારની આ સ્કીમ્સમાં નાગરિકો તથા સંસ્થાઓને ગોલ્ડનું રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેના બદલામાં તેમને મોટું વળતર પણ મળે છે. મંદિર ટ્રસ્ટે આ અગાઉ પણ સ્કીમમાં ગોલ્ડનું રોકાણ કર્યું હતું. હવે રાજ્ય સરકારની મંજૂરી બાદ ટ્રસ્ટ વધુ ૧૨૨ કરોડનું સોનુ સ્કીમમાં રોકશે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે હાલ મંદિર પાસે કુલ ૬૦૦૦ કિલો ચાંદી છે, જેનું મૂલ્ય અંદાજે ૫૦ કરોડ રૂપિયા છે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાંથી જે વળતર મળશે એ શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા પાછળ ખર્ચાશે.