Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Air India ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં કરશે ઘટાડો, સામે આવ્યું મોટું કારણ

Air India ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં કરશે ઘટાડો, સામે આવ્યું મોટું કારણ

Published : 19 June, 2025 12:54 PM | Modified : 20 June, 2025 07:03 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Air India Flights: અમદાવાદ વિમાન અકસ્માત બાદ ઍર ઇન્ડિયાએ પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 15 ટકાનો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.

ઍર ઈન્ડિયા (ફાઈલ તસવીર)

ઍર ઈન્ડિયા (ફાઈલ તસવીર)


Air India Flights: અમદાવાદ વિમાન અકસ્માત બાદ ઍર ઇન્ડિયાએ પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 15 ટકાનો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.

Air India Flight Cancellation: ઍર ઇન્ડિયાએ પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં 15 ટકાનો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અમદાવાદમાં તાજેતરમાં થયેલા વિમાન અકસ્માત (Ahmedabad Plane Crash) પછી લેવામાં આવ્યો છે, જેમાં 241 પ્રવવાસીઓ અને ચાલક દળના સભ્યો સહિત ક્રૂ મેમ્બરના જીવ ગયા હતા. આ સિવાય પ્લેન બીજે હૉસ્પિટલના હૉસ્ટેલ પર પડવાથી અનેક ડૉક્ટર્સ અને વિદ્યાર્થીઓના એમ કુલ 270થી વધુ લોકો માર્યા ગયા. આ કાપ વાઈડ-બૉડી વિમાન પર લાગૂ પડશે અને તત્કાલ પ્રભાવથી એટલે કે 20 જૂન 2025થી શરૂ કરવામાં આવશે, જે ઓછામાં ઓછું મધ્ય જુલાઈ સુધી જળવાઈ રહેશે.



અકસ્માત પછી સુરક્ષા તપાસની અસર
ઍર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, એવિએશન રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (DGCA)ના નિર્દેશ પર બોઇંગ 787 વિમાનની સુરક્ષા તપાસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અકસ્માત પછી, DGCAએ ઍર ઇન્ડિયાના સમગ્ર બોઇંગ 787 કાફલા પર એક વખત સુરક્ષા તપાસનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધીમાં, નવ વિમાનોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, અને બાકીના 24 વિમાનોની તપાસ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ પ્રક્રિયાને કારણે, કેટલીક લાંબા અંતરની ફ્લાઇટ્સ મોડી અથવા રદ થવાની સંભાવના છે.


મુસાફરો પર શું અસર થશે?
ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવાને અને આ કાપને કારણે, આગામી થોડા અઠવાડિયામાં ઍર ઇન્ડિયાની ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. છેલ્લા છ દિવસમાં 83 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ અથવા મફત રિશેડ્યૂલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. ઍરલાઇને મુસાફરોને મુસાફરી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની અપીલ કરી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના
૧૨ જૂન, ૨૦૨૫ના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી લંડન ગેટવિક જતી ઍર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 ટેકઑફ થયા પછી તરત જ મેઘાણી નગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ફક્ત એક બ્રિટિશ મુસાફર બચી ગયો. ઍર ઈન્ડિયાના માલિક ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને ૧ કરોડ રૂપિયાની નાણાકીય સહાય અને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે.


નોંધનીય છે કે, અમદાવાદમાં ઍર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનના ક્રેશથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. વિશ્વના તમામ ઉડ્ડયન નિષ્ણાતો હવે આ ક્રેશ પાછળનું સાચું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધી સામે આવેલા ફૂટેજ અને તથ્યો જોયા પછી, મોટાભાગના નિષ્ણાતોએ પક્ષી અથડાવા અને લેન્ડિંગ ગિયરને કારણે વિમાન ક્રેશ થવાની શક્યતાને નકારી કાઢી છે. નિષ્ણાતો હવે આ વિમાન ક્રેશ માટે જે નવી થિયરી જવાબદાર ઠેરવી રહ્યા છે તેને `ઍર લૉક` કહેવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2025 07:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK