Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું હો ભઈ, ભઈ હવે ડોનેશન કરતા નઈ

એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું હો ભઈ, ભઈ હવે ડોનેશન કરતા નઈ

Published : 20 October, 2026 03:57 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં નવશક્તિ નવરાત્રિમાં જોવા મળી ખેલદિલી : પ્રૉમિસ આપ્યું હતું કે જેટલો ખર્ચ છે એનાથી એક પણ રૂપિયો વધારે લેવો નથી એ પાળી બતાવ્યું : લોકગાયક હાર્દિક દવેએ જાહેરાત કરીને QR કોડનાં પોસ્ટર હટાવી દીધાં

નવશક્તિમાં સ્ટેજની ફરતે ગરબે ઘૂમતા ખેલૈયાઓ, સ્ટેજ પરથી લોકગાયક હાર્દિક દવેએ ડોનેશન ન આપવા માટે અપીલ કરી હતી,  QR કોડ હટાવી રહેલા નવશક્તિ નવરાત્રિની ટીમના સભ્યો.

નવશક્તિમાં સ્ટેજની ફરતે ગરબે ઘૂમતા ખેલૈયાઓ, સ્ટેજ પરથી લોકગાયક હાર્દિક દવેએ ડોનેશન ન આપવા માટે અપીલ કરી હતી, QR કોડ હટાવી રહેલા નવશક્તિ નવરાત્રિની ટીમના સભ્યો.


કમર્શિયલ નવરાત્રિની ભરમાર વચ્ચે અમદાવાદમાં ખેલૈયાઓ પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ કર્યા વગર યોજાઈ રહેલી નવશક્તિ નવરાત્રિમાં જેટલો ખર્ચ થવાનો હતો એટલું ડોનેશન આવી જતાં લોકોને ડોનેશન ન આપવા માટે સ્ટેજ પરથી જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, ગરબાના ગ્રાઉન્ડમાં મૂકવામાં આવેલા ક્વિક રિસ્પૉન્સ (QR) કોડને લોકગાયક હાર્દિક દવેએ અને તેમની ટીમે હટાવી દીધા હતા. જેથી કોઈ ડોનેશન કરે નહીં. નવશક્તિ નવરાત્રિની ટીમે પ્રૉમિસ આપ્યું હતું કે જેટલો ખર્ચ થશે એનાથી એક પણ રૂપિયો વધારે લેવો નથી. એ પ્રૉમિસ પાળી બતાવતાં હજારો ખેલૈયાઓએ હર્ષથી નવશક્તિની ટીમને વધાવી લીધી હતી. નવશક્તિ નવરાત્રિની આ ખેલદિલીની સૌકોઈએ સરાહના કરી છે.  
હાર્દિક દવેએ સ્ટેજ પરથી ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘તમારી દયાથી, તમારી કૃપાથી નવશક્તિનું ડોનેશનનું જે પાત્ર હતું એ ભરાઈ ગયું છે. હવે જરૂર નથી. બોલો અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય. આ પાત્ર ભરાઈ ગયું છે. હવે QR કોડ સ્કૅન ન કરતા. નવશક્તિના ભાવકો, નવશક્તિના ખેલૈયાઓ તમારી દયાથી, તમારી કૃપાથી પાત્ર ભરાઈ ગયું છે. અમે જે આપને પ્રૉમિસ કર્યું હતું કે જેટલો ખર્ચ છે એનાથી એક પણ રૂપિયો વધારે સંગ્રહ નથી કરવો, જેટલો ખર્ચ છે એટલા જ રૂપિયા જોઈતા હતા અને તમારી દયાથી, તમારી કૃપાથી પાત્ર ભરાઈ ગયું છે. એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું હો ભઈ, ભઈ હવે ડોનેશન કરતા નઈ...’

લોકોમાં ઘેલું લગાડ્યું છે નવશક્તિ નવરાત્રિએ 
કમર્શિયલ નવરાત્રિના કાર્યક્રમો વચ્ચે અમદાવાદમાં યોજાઈ રહેલી નવશક્તિ નવરાત્રિએ લોકોમાં ઘેલું લગાડ્યું છે. ધ્યાનથી લઈને પ્રભાતિયાં સુધીનો સમાવેશ કરતા આ આયોજનમાં સ્વયંભૂ લોકો ઊમટે છે. આ ગરબાની ખાસ વાત એ છે કે પહેલાંના સમયે જેમ લોકો માંડવીને ફરતે ગરબે ઘૂમતા હતા એ રીતે અહીં ખેલૈયાઓ ગરબા રમે છે. હજારો લોકો રાઉન્ડમાં જ એકસાથે ગરબે ઘૂમે છે. અંદાજે બારથી વધુ રાઉન્ડ કરીને હજારો ખેલૈયાઓ પરંપરાગત રીતે ગરબે ઘૂમે છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 03:57 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK