રમખાણોને લીધે સ્કૂલ-કૉલેજ બંધ, પેરન્ટ્સને બાળકોનું વર્ષ બગડવાની ચિંતા; પોતાના એરિયાની બહાર જવામાં ડર લાગે એવો માહોલ ચોતરફ
હેતલ ટેલર એન્ડ ફૅમિલી.
ફ્રાન્સમાં છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે રમખાણો ફાટી નીકળ્યાં છે એને લીધે ત્યાંના લોકો તો મુશ્કેલીનો સામનો કરી જ રહ્યા છે, પરંતુ આપણા ભારતીયો જેઓ ત્યાં મોટી સંખ્યામાં સ્થાયી થયા છે તેમને પણ ભારે પરેશાની થઈ રહી છે. મૂળ મુંબઈનાં પણ વર્ષોથી કામકાજ અર્થે પૅરિસમાં શિફ્ટ થયેલાં હેતલ ટેલર અને તેમની ફૅમિલીના સદસ્યો અત્યારે આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં પૅરિસથી હેતલ ટેલરે કહ્યું હતું કે ‘અહીંની સ્થિતિ બહુ જ ખરાબ છે. અહીંના જેન-ઝી ખૂબ જ આક્રમક બની ગયા છે. જાહેર સ્થળોએ તો નુકસાન કરી જ રહ્યા છે, સાથે સ્કૂલ અને કૉલેજને પણ બક્ષતા નથી. મારો દીકરો રમખાણોને લીધે સ્કૂલ-કૉલેજ બંધ, પેરન્ટ્સને બાળકોનું વર્ષ બગડવાની ચિંતા; પોતાના એરિયાની બહાર જવામાં ડર લાગે એવો માહોલ ચોતરફ કૉલેજમાં છે અને દીકરી સ્કૂલમાં છે, પણ બન્ને જણ ભણવા જઈ શકતાં નથી. તોફાની તત્ત્વો સ્કૂલ-કૉલેજના ગેટ તોડી નાખે છે. શરૂઆતમાં બાળકો સ્કૂલ અને કૉલેજમાં જતાં હતાં, પણ પછી તોફાની તત્ત્વો ત્યાં આવીને ગેટ તોડતાં હતાં. જો કોઈ સ્ટુડન્ટ સ્કૂલમાં આવે તો ક્લાસમાં આવીને ધમાલ કરતાં હતાં, બેન્ચ તોડી નાખતાં હતાં જેને લીધે ડરીને બાળકો સ્કૂલ-કૉલેજમાં જતાં નથી. સરકારે પ્રોફેસરોને કહ્યું છે કે તમે ઑનલાઇન ભણાવવાનું શરૂ કરો, પણ તેઓ ઑનલાઇન ભણાવવા માટે ના પાડે છે. કહે છે કે અમને કૉલેજમાં ભણાવવા માટે પગાર મળે છે, અત્યારે અમે ઘરે છીએ તો ઑનલાઇન નહીં ભણાવીએ. અત્યારની પરિસ્થિતિ જોતાં તો એવું લાગે છે કે બાળકોનું આ વર્ષ બગડશે.’
સ્કૂલ-કૉલેજ સિવાય ગ્રોસરીની સ્ટોરમાં પણ લૂંટ મચી છે એટલે લોકોને ઘરવખરીની વસ્તુ લાવવામાં પણ સમસ્યા થઈ રહી છે એમ જણાવતાં હેતલ ટેલરે કહ્યું હતું કે ‘જોકે અમે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં ગુજરાતીઓ વધારે છે એટલે અહીં સમસ્યા ઓછી હોવાથી અમે સેફ છીએ, પરંતુ એરિયાની બહાર જતાં ડર લાગે એવો માહોલ છે. તેઓ ગમે ત્યાં ઘૂસીને ગૅસ છોડે છે, મૉલ અને સ્ટોર્સના કાચ તોડી નાખે છે. રમખાણને લીધે અનેક ગાડીઓ બાળી નાખવામાં આવી છે. ગાડીઓને પણ એટલી મોટી સંખ્યામાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે હવે ઇન્શ્યૉરન્સ કંપનીવાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌથી મહત્ત્વની વાત એ કે અહીંની ગવર્નમેન્ટને અહીંના ભારતીયો માટે, ખાસ કરીને ગુજરાતીઓ માટે મન ખાટું થઈ ગયું હોય એવું લાગે છે. અહીંના મેયર આપણી દરેક ઇવેન્ટમાં અહીં આવતા હતા. દર વખતે ગણપતિ, નવરાત્રિ વખતે અલગ-અલગ શહેરના મેયર આવે છે, પણ આ વખતે તેઓ કોઈ આવ્યા નહીં. ત્યાં સુધી કે પૅરિસમાં જે રમખાણો થઈ રહ્યાં છે એ બાબતે પણ અમારી તેઓ ભાળ લઈ રહ્યા નથી કે નથી અમને સાંત્વન આપવામાં આવી રહ્યું.’
