સેન્ટ જૉર્જિસ પાર્ક ખાતે વરસાદ, ભીના આઉટફીલ્ડને કારણે બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૧૨.૨ ઓવર અને બીજા દિવસે માત્ર ૩૦.૪ ઓવરની મૅચ રમાઈ હતી.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા
સેન્ટ જૉર્જિસ પાર્ક ખાતે વરસાદ, ભીના આઉટફીલ્ડને કારણે બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૧૨.૨ ઓવર અને બીજા દિવસે માત્ર ૩૦.૪ ઓવરની મૅચ રમાઈ હતી. યજમાન સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગ્સમાં ૪૩ ઓવરમાં ૯૬/૫નો સ્કોર કર્યો હતો.
કૅપ્ટન ટેમ્બા બવુમાએ ૧૦૮ બૉલમાં અણનમ ૪૧ રન કર્યા છે. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડે ૧૪ ઓવરમાં ૩૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ૧૦ ઓવરમાં ૨૭ રન આપનાર મુખ્ય ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કને એક વિકેટ મળી હતી.
