Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં કમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગને ફાયર-બ્રિગેડનાં ૩૮ વાહનો, ૧૩૮ જવાનોએ કન્ટ્રોલ કરી

અમદાવાદમાં કમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગને ફાયર-બ્રિગેડનાં ૩૮ વાહનો, ૧૩૮ જવાનોએ કન્ટ્રોલ કરી

Published : 28 April, 2026 09:46 AM | Modified : 28 April, 2026 09:49 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪ મહિલા થઈ બેભાન : આગમાં ATM અને વાહનો બળીને ખાખ : ફાયર-બ્રિગેડે ૫૦ લોકોને રેસ્ક્યુ કર્યા

અમદાવાદના શાંગ્રીલા આર્કેડમાં લાગેલી આગમાં બૅન્કનું ATM તેમ જ વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં.

અમદાવાદના શાંગ્રીલા આર્કેડમાં લાગેલી આગમાં બૅન્કનું ATM તેમ જ વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં.


ગઈ કાલે અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ભીષણ આગ લાગી હતી. આગના ધુમાડાને કારણે ૪ મહિલા બેભાન થઈ ગઈ હતી. ફાયરકૉલ મળતાં ફાયર-બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે જઈને આગને કાબૂમાં લીધી હતી તેમ જ ૫૦ લોકોને રેસ્ક્યુ કર્યા હતા.  

બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં સવારે સવાદસ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર નેમ-ડિસ્પ્લે બોર્ડમાંથી આગ લાગી હતી અને ઝડપથી ચોથા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ચોથા માળ સુધી આગની સાથે ધુમાડો પણ ફેલાઈ જતાં બિલ્ડિંગમાં અંદાજે ૫૦ લોકો ફસાઈ ગયા હતા જેમને ફાયર-બ્રિગેડના સ્ટાફે રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આગના ધુમાડાને કારણે ૪ મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી. ફાયર-બ્રિગેડના સ્ટાફે તેમને નીચે ઉતારીને ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગને કાબૂમાં લેવા માટે ફાયર-વિભાગના ૧૩૮ કર્મચારીઓ ૩૮ વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આગના કારણે બૅન્કનું ઑટોમેટેડ ટેલર મશીન (ATM) તેમ જ ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતાં.   


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 09:49 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK