Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદની કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન-રજિસ્ટ્રેશનને લઈને થયો વિવાદ

અમદાવાદની કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન-રજિસ્ટ્રેશનને લઈને થયો વિવાદ

Published : 04 March, 2026 09:43 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રજિસ્ટ્રેશન માટે વકીલના ડ્રેસમાં પહોંચ્યાં હતાં બન્ને કોર્ટ-પરિસરમાં: જોરદાર હોબાળો થતાં પોલીસ આવી પહોંચી અને લઈ ગઈ કપલને

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં બનતી લવ જેહાદની ઘટનાઓના પગલે હાલમાં જ ગુજરાત સરકારે લગ્ન-નોંધણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે ગઈ કાલે અમદાવાદના કોર્ટ-પરિસરમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રારની લગ્ન-નોંધણી ઑફિસમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકનાં લગ્નના રજિસ્ટ્રેશનને લઈને વિવાદ થયો હતો. હિન્દુ સંગઠને કોર્ટ-પરિસરમાં પહોંચીને વિરોધ કર્યો હતો. વિવાદ વકરતાં પોલીસ કોર્ટ-પરિસરમાં પહોંચી ગઈ હતી અને યુવક-યુવતીને લઈ ગઈ હતી.

એક યુવતી અને એક યુવાન અમદાવાદમાં લગ્ન-રજિસ્ટ્રેશન માટે આવ્યાં હતાં. જોકે તેઓ અમદાવાદનાં નહોતાં. લગ્ન-રજિસ્ટ્રેશન માટે તેઓ વકીલના ડ્રેસમાં પહોંચતાં વિવાદ થયો હતો. આ ઘટનાની જાણ હિન્દુ સંગઠનને થતાં તેમણે કોર્ટ-પરિસરમાં પહોંચીને વિરોધ કર્યો હતો. વિરોધ વધતાં પોલીસ આવી પહોંચી હતી. પોલીસ યુવક અને યુવતીને તેમના ગાંધીનગર જિલ્લામાં લઈ ગઈ હતી એટલું જ નહીં, અમદાવાદમાં આવેલા દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના BJPના વિધાનસભ્ય કૌશિક જૈન પણ કોર્ટમાં પહોંચ્યા હતા. કૌશિક જૈને મીડિયાને કહ્યું હતું કે ‘તે લોકો લગ્ન-રજિસ્ટ્રેશન કરાવવા આવ્યાં હતાં. મેં પોલીસ-કમિશનરને ભલામણ કરી હતી કે છોકરી દહેગામની હોય તો તેને દહેગામ લઈ જઈ તેનાં મમ્મી-પપ્પાને એક વાર મળાવીને જે નિર્ણય લેવાય એ પ્રમાણે કરો. યુવક-યુવતી પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે આવ્યાં હતાં, પરંતુ રજિસ્ટ્રેશન થયું નથી. આ લોકો વકીલના ડ્રેસમાં આવ્યાં હતાં. પોલીસ તેમને લઈ ગઈ છે.’  


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 09:43 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK