૩૩ નાગરિકોના રહેણાક વિસ્તારની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી,
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમ જ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા નાગરિકો બાબતની ઘટનાને ગંભીરતાથી દેશનિકાલ કરવામાં આવેલા ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ ઍરપોર્ટથી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા આ તમામ ૩૩ નાગરિકોને ઘર સુધી સલામત રીતે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ૩૩ નાગરિકોના રહેણાક વિસ્તારની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી, જેના માર્ગદર્શન હેઠળ તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.

