WTTCએ ગઈ કાલે કહ્યું હતું કે ઍર ટ્રાવેલમાં અવરોધ, યાત્રીઓને ઓછો ભરોસો હોવાથી રીજનલ કનેક્ટિવિટીમાં તકલીફને કારણે આખા મિડલ ઈસ્ટમાં પર્યટકોની ડિમાન્ડ ઘટી રહી છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકા-ઇઝરાયલનો ઈરાન સાથેનો સંઘર્ષ મિડલ ઈસ્ટના ટૂરિઝમ સેક્ટર પર જબ્બર ભારે પડી રહ્યો છે. વર્લ્ડ ટ્રાવેલ ઍન્ડ ટૂરિઝમ કાઉન્સિલ (WTTC)ના કહેવા મુજબ યુદ્ધને કારણે પર્યટન ક્ષેત્રને રોજનું ૬૦૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૫૫૪૧ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. દુબઈ જેવાં મોટાં હબ બંધ થવાના આરે છે જેનાથી ટ્રાવેલ પર માઠી અસર પડી છે.
WTTCએ ગઈ કાલે કહ્યું હતું કે ઍર ટ્રાવેલમાં અવરોધ, યાત્રીઓને ઓછો ભરોસો હોવાથી રીજનલ કનેક્ટિવિટીમાં તકલીફને કારણે આખા મિડલ ઈસ્ટમાં પર્યટકોની ડિમાન્ડ ઘટી રહી છે.
ADVERTISEMENT
દુબઈ, અબુ ધાબી, દોહા અને બાહરિન જેવાં મોટાં ટ્રાવેલ હબ જ્યાં સામાન્ય રીતે રોજના લગભગ ૫,૨૬,૦૦૦ મુસાફરો હૅન્ડલ કરે છે એ લગભગ બે વીકથી બંધ છે અને ઑપરેશન મૅનેજમેન્ટની સમસ્યા અનુભવી રહ્યાં છે.
