Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Harsh Sanghavi

લેખ

સુરતના વેસુમાં હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના આઠમાં માળે અચાનક આગ લાગી. આગ વધી ને ઉપરના ફ્લોરમાં પણ ફેલાઈ હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘર નજીક આવેલી બહુમાળી ઇમારતમાં આગ, 18નું રેસક્યું

Surat Fire New: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ ઇમારતના નજીકમાં જ આવેલું છે. માહિતી મળતાં જ હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર બ્રિગેડ આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કરે પછી નુકસાનનું પ્રમાણ જાણી શકાશે.

12 April, 2025 07:07 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
ભાજપના નેતાઓએ કરેલી ખોટી પોસ્ટ (તસવીર: સોશિયલ મીડિયા)

મહાવીર જયંતિ પર બુદ્ધની તસવીર પોસ્ટ કરી શુભેચ્છાઓ આપી ભાજપના આ નેતાઓએ અને પછી...

Mahavir Jayanti 2025: ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા સહિત ઘણા ભાજપ નેતાઓએ જૈન સમુદાયને શુભેચ્છા આપતી વખતે ભગવાન મહાવીરને બદલે ભૂલથી ગૌતમ બુદ્ધની તસવીરો શૅર કરી હતી જેને કારણે વિવાદ ઉભો થયો હતો, પણ પોસ્ટ પછી બદલી.

12 April, 2025 07:07 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે પોલીસ અધિકારીઓ સાથે વિડિયો-કૉન્ફરન્સથી તાકીદની બેઠક યોજી હતી.

૧૦૦ કલાકમાં ગુજરાતભરનાં ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો

બેફામ બનેલાં અસામાજિક તત્ત્વો પર લગામ કસવા તખ્તો તૈયાર

16 March, 2025 11:21 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અમેરિકાથી પાછા આવેલા ૩૩ ગુજરાતીઓને પોલીસ સહીસલામત તેમના ઘરે મૂકી આવી

૩૩ નાગરિકોના રહેણાક વિસ્તારની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી,

07 February, 2025 10:48 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફોટા

મંગળવારે સવારે શિવ શક્તિ ટૅક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી, જ્યાં કાપડનો સ્ટૉક રાખવામાં આવ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

36 કલાક પછી સૂરતના ટૅક્સટાઈલ માર્કેટની આગ કાબૂમાં, 500 કરોડ કરતાં વધુનું નુકસાન

ગુજરાતના સુરતના કાપડ બજારમાં ભીષણ આગ લાગી હતી. સુરતના રિંગ રોડ પર સ્થિત શિવ શક્તિ ટૅક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને રૂ. 500 કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે. મંગળવારે રાત્રે બજારમાં આગ લાગી હતી પરંતુ બુધવારે સવારે સેટ વાગ્યે ફરી આગ ફાટી નીકળતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. લગભગ 30 કલાકની મહેનત બાદ ડઝનબંધ ફાયર એન્જિન અને કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

01 March, 2025 07:25 IST | Surat | Gujarati Mid-day Correspondent
ભગવાનનો રથ ખેંચી રહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગતના નાથનું દિવ્ય સ્વરૂપ

નગરચર્યાએ નીકળ્યા નાથ! CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, રથનું થયું પ્રસ્થાન

જેનો સૌ કોઈને ઇંતેજાર હતો એ ક્ષણ આવી ગઈ છે. આજે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાનું નગરચર્યા માટે પ્રસ્થાન થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિરમાં પહોંચી પૂજા-અર્ચના કરી હતી. ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વગેરે પણ દરવર્ષે થતી પરંપરામાં પ્રાણ પૂરવા પહિંદ વિધિમાં જોડાયા હતા.

07 July, 2024 11:35 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઘટનાસ્થળની મુલાકાતે

Vadodara Harni Lake Tragedy : સીએમ ભૂપેન્દ્ર પટેલનું છલકાયું દર્દ

વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટના (Vadodara Harni Lake Tragedy) બાદ દરેક વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠ્યું છે. હરણી તળાવમાં બોટ ઊંધી વળી જતાં ૧૨ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. ત્યારબાદ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ ઘટનાસ્થળની અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. (તસવીરો : પીટીઆઇ, એક્સ)

19 January, 2024 10:00 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સ્વસ્થ ગુજરાત, નો ઓબેસિટી: વિધાનસભામાં ઠરાવ પસાર - ગુજરાત એચએમ હર્ષ સંઘવી

સ્વસ્થ ગુજરાત, નો ઓબેસિટી: વિધાનસભામાં ઠરાવ પસાર - ગુજરાત એચએમ હર્ષ સંઘવી

`સ્વસ્થ ગુજરાત, ઓબેસિટી મુક્ત ગુજરાત` પર બોલતા, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે "આ વર્ષે વિધાનસભામાં એક ખાસ ઠરાવ લેવામાં આવ્યો છે - સ્વસ્થ ગુજરાત, ઓબેસિટી મુક્ત ગુજરાત. સુરત શહેરના હજારો નાગરિકો ઓબેસિટી મુક્ત ગુજરાતના આ કાર્યક્રમમાં સામેલ છે. આગામી દિવસોમાં, ગુજરાત સરકાર આ કાર્યક્રમને રાજ્યના દરેક ગામ સુધી લઈ જવા માટે કટિબદ્ધ છે...

04 May, 2025 09:52 IST | Ahmedabad
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

30 એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બીજા દિવસે પણ ડિમોલિશન ઝુંબેશ ચાલુ રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા 180 થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ કરવામાં આવી હતી."અમે જે વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા હતા ત્યાં ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડ્યા છે... અમે ખાતરી કરીશું કે સરકારી જમીન ખાલી કરવામાં આવે," હર્ષ સંઘવીએ જણાવ્યું.

01 May, 2025 05:58 IST | Ahmedabad
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ચેતવણી આપી

ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ચેતવણી આપી

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત પોલીસે આ ગેરકાયદેસર રહેવાસીઓની ધરપકડ કરવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

27 April, 2025 03:25 IST | Ahmedabad
પહલગામ અટૅક પછી ગુજરાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ કરી

પહલગામ અટૅક પછી ગુજરાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ કરી

ગુજરાત પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી વ્યાપક કાર્યવાહીમાં બનાવટી દસ્તાવેજો સાથે ભારતમાં રહેવા બદલ બાંગ્લાદેશથી આવેલા 550થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અમદાવાદ અને સુરતમાં અટકાયત કરવામાં આવી હતી. ચકાસણી અને પૂછપરછ પૂર્ણ થયા પછી દેશનિકાલની કાર્યવાહી હાથ ધરાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.સંકલિત કામગીરીઓનું નેતૃત્વ બહુવિધ કાયદા અમલીકરણ એકમો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી) ક્રાઈમ બ્રાંચ, એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (પીસીબી) અને સ્થાનિક પોલીસ ટીમો સામેલ છે.અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે અટકાયત કરાયેલા તમામ વ્યક્તિઓ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં હતા અને રહેઠાણ સ્થાપિત કરવા માટે નકલી પેપર્સનો ઉપયોગ કર્યો હતો. 

27 April, 2025 03:18 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK