Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત: એક દિવસના વિરામ પછી ફરી ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાત: એક દિવસના વિરામ પછી ફરી ત્રણ દિવસ વરસાદની આગાહી

12 August, 2019 07:33 PM IST |

ગુજરાત: એક દિવસના વિરામ પછી ફરી ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાત: એક દિવસના વિરામ પછી ફરી ત્રણ દિવસ વરસાદની આગાહી


ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા 15 દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે ગુજરાતમાં નદી, નાળા અને ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. સોમવારે વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા ધામાકેદાર બેટિંગ કરી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આવનારા 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળમાં લો પ્રેશર સર્જાતા હવામાન વિભાગે આવનારા 72 કલાક વરસાદ વરસી શકે છે.

બંગાળમાં સર્જાયેલુ લો પ્રેશર હવે ગુજરાત તરફ ફંટાઇ રહ્યું છે. લો-પ્રેશર ગુજરાત તરફ ફંટાતા હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 2-3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવાયું છે કે, આ વરસાદી સિસ્ટમ 13થી 15 ઓગસ્ટના ફરી સક્રિય થશે.



આ પણ વાંચો: ડ્રીમ ગર્લ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં આ અંદાજમાં પહોચ્યો આયુષ્માન ખુરાના


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ કહેર મચાવ્યો હતો. ચારેય ઝોનમાં જબરજસ્ત વરસાદ ખાબક્યો હતો. વડોદરા, આણંદ, સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જો કે છેલ્લા બે દિવસથી વરસાદે રાહત આપી છે. છેલ્લા બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે દિવસથી હળવા વરસાદના પગલે અસ્ત વ્યસ્ત થયેલું જન જીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 07:33 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK