Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માંદા પડવામાં મદદરૂપ થાય એવાં ટિશ્યુઝ વેચતી સ્ટાર્ટઅપ કંપની શરૂ થઈ

માંદા પડવામાં મદદરૂપ થાય એવાં ટિશ્યુઝ વેચતી સ્ટાર્ટઅપ કંપની શરૂ થઈ

25 January, 2019 10:47 AM IST |

માંદા પડવામાં મદદરૂપ થાય એવાં ટિશ્યુઝ વેચતી સ્ટાર્ટઅપ કંપની શરૂ થઈ

માંદા પડવા માટેના ખાસ ટીશ્યુ

માંદા પડવા માટેના ખાસ ટીશ્યુ


સામાન્ય રીતે બીજા કોઈએ પોતાનું લીંટ સાફ કર્યું હોય કે છીંક વખતે આડો રાખ્યો હોય એવો રૂમાલ કે ટિશ્યુ તમે વાપરો જ નહીં, પરંતુ લૉસ ઍન્જલસમાં આવેલી એક સ્ટાર્ટઅપ કંપનીએ આવા વપરાયેલા ટિશ્યુ વેચવા કાઢ્યા છે. એમાંય એક ટિશ્યુ-પૅકનો ભાવ છે ૫૫૦૦ રૂપિયા. કંપનીનો દાવો છે કે અત્યાર સુધીમાં એણે લગભગ હજારેક જેટલા ટિશ્યુઝ વેચી પણ નાખ્યા છે. કંપનીનું કહેવું છે કે લોકો આવા ટિશ્યુઝ એટલા માટે ખરીદે છે જેથી ચેપી વાઇરસવાળા ટિશ્યુથી તેમને એ જ વખતે શરદી થઈ જાય અને તેમની ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય તો ફરીથી તેમને એ પ્રકારના વાઇરસનો ચેપ ન લાગે. વેઇવ બિલ્સ એ વેલનેસ બ્રૅન્ડ છે અને ટેક્નિકલી જોઈએ તો એની આ પ્રોડક્ટ લોકોને માંદા પડવામાં મદદ કરે છે. આ ટિશ્યુ કોઈ અજાણી વ્યક્તિએ શરદી દરમ્યાન વાપરેલો હોય છે અને જે-તે વ્યક્તિના છીંક ખાવાથી જે વાઇરસ કે બૅક્ટેરિયા ટિશ્યુમાં જાય એની જાળવણી કરીને પછી વેચવામાં આવે છે. આ કંપનીના ફાઉન્ડર ઓલિવર નીસેનનું કહેવું છે કે ‘આ વપરાયેલા ટિશ્યુઝને કન્વેન્શનલ મેડિસિનના વિકલ્પ તરીકે જોવા જોઈએ. ઓપન-માઇન્ડેડ લોકો માટે આ લક્ઝરી છે જેમાં તેઓ પોતે ક્યારે માંદા પડવું એ નક્કી કરી શકે છે. આપણે જીવનમાં બધું જ આપણી મરજી મુજબ થાય એવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો શરદીથી માંદા પડવું પણ પોતાની મરજીથી થવું જોઈએને?’

આ પણ વાંચો : 40 વર્ષ પહેલા મરી ગયેલ વ્યક્તિના પેટમાંથી ઊગ્યું ઝાડ, ઉકલ્યો હત્યાનો ભેદ



નિષ્ણાતોનું કહેવું છે કે શરદી પેદા કરે એ માટે ૨૦૦ પ્રકારના રાઇનોવાઇરસ જવાબદાર હોય છે એટલે તમારે આ રીતે શરદીથી ઇમ્યુન થવું હોય તો ૨૦૦ પ્રકારના ટિશ્યુઝ ખરીદીને ૨૦૦ વાર શરદીને જાતે આમંત્રણ આપવું પડે. આ રીત જોખમી નીવડી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2019 10:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK