Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > CMની ગાડીની PUCનો ફેક ફોટો વાયરલ કરનાર શખ્શની ક્રાઇમ બ્રાન્ચે ધકપકડ કરી

CMની ગાડીની PUCનો ફેક ફોટો વાયરલ કરનાર શખ્શની ક્રાઇમ બ્રાન્ચે ધકપકડ કરી

20 September, 2019 01:50 PM IST | Surat

CMની ગાડીની PUCનો ફેક ફોટો વાયરલ કરનાર શખ્શની ક્રાઇમ બ્રાન્ચે ધકપકડ કરી

CMની ગાડીની PUCનો ફેક ફોટો વાયરલ કરનાર શખ્શની ક્રાઇમ બ્રાન્ચે ધકપકડ કરી


Surat : ભારતભરમાં ટ્રાફિકના નવા નિયમો જાહેર થયા બાદ તમામ લોકોમાં ભારે દંડની રકમ જોઇએ આક્રોસ ફેલાઇ રહ્યો છે. ત્યારે હજું થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગાડીના PUC તથા ઇંશ્યોરન્સવાળો ફોટો વાયરલ થયો હતો. આ ફોટોમાં PUC અનેઇંશ્યોરન્સ પુરો થઇ ગયો છે તેવું બતાવવામાં આવ્યો છે. પણ આ ખોટી માહિતી હોવાનું સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ખોટી માહિતી વાયરલ કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે.


CM ની કારની ખોટી માહિતી વાયરલ કરનાર શખ્શ સામે ગુનો નોંધાયો
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારની સ્કોર્પિયો ગાડી નં. GJ-18-G-9085 ઉપયોગ કરે છે તે ગાડી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનાં નામે નોંધાયેલી છે અને તેનો વીમો 31 ડિસેમ્બર 2019 સુધી વેલીડ છે. તેની ફિટનેશ પણ 10 એપ્રિલ 2029 સુધીની છે. સોશિયલ મીડિયામાં જે મેસેજ ફોટો સાથે વાઈરલ કરવામાં આવ્યા હતો તે તદ્દન ખોટો અને પાયાવિહોણા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ જુઓ : ગુજરાતના CM વિજય રૂપાણીની રાજકીય કારર્કિદી જુઓ તસવીરોમાં

સુરત ક્રાઇમ બ્રાન્ચે શખ્શની ધરપકડ કરી પુછપરછ કરી રહી છે
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીની કારની ખોટી માહિતી સોશિયલ મીડિયામાં શેર કરી વાયરલ કરવા અંગે તપાસ કરવામાં આવતા સુરતના એક યુવકનું નામ સામે આવ્યું હતું. જેને આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2019 01:50 PM IST | Surat

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK