Mumbai Crime News: ચાર આરોપીઓ જે પિસ્તોલ સાથે જોવા મળ્યા હતા તે ત્યાં લૂંટના ઈરાદે આવ્યા હતા. ખેરવાડી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
ધરપકડની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- આ ચારેય આરોપીઓ હિસ્ટ્રીશીટર છે અને તેમની સામે અગાઉથી જ ચારથી છ કેસ નોંધાયેલા છે
- તેમની સામે મહત્વની વ્યક્તિઓના ઘરોમાં લૂંટની તૈયારીનો કેસ નોંધવામાં આવ્યો છે
- પિસ્તોલ સાથે ચાર શખ્સ મળી આવતા સુરક્ષાનાં પ્રશ્નો ઊભા થયા છે
મુંબઈમાંથી ફરી એકવાર ચોંકાવનાર સમાચાર (Mumbai Crime News) પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાંદ્રા પૂર્વ વિસ્તારમાં પિસ્તોલ લઈને ચાર લોકો ફરતા જોવા મળ્યા હતા. જોકે, આ ચારેય બદમાશોની ધરપકડ કરી લેવામાં આવી છે.
શું કરવા આવ્યા હતા આ આરોપીઓ?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે આ ચાર આરોપીઓ જે પિસ્તોલ સાથે જોવા મળ્યા હતા તે ત્યાં લૂંટના ઈરાદે આવ્યા હતા. આ સાથે ખેરવાડી પોલીસ આ મામલે (Mumbai Crime News) વધુ તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ચારેય આરોપીઓ હિસ્ટ્રીશીટર છે અને તેમની સામે અગાઉથી જ ચારથી છ કેસ નોંધાયેલા છે.
કોણ છે આ આરોપીઓ? એક આરોપી ફરાર છે?
પકડાયેલા આરોપીઓના નામ સમીર શેખ ઉર્ફે પાયા ઉર્ફે બાટલા, ગફૂર ખાન, આર્યન શેખ અને ફૈયાઝ શેખ એમ સામે આવ્યા છે. આ ચારેયને બાંદ્રા પૂર્વમાં અહિંસા નગર સરકારી કોલોની નજીકથી પકડવામાં આવ્યા હતા. આ આરોપીઓ પાસેથી દેશી પિસ્તોલ, અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અત્યારે આ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને તે કસ્ટડીમાં છે. બાટલા સામે છ કેસ નોંધાયા છે અને તેને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
જે ગફૂર નામનો આરોપી છે તેની સામે સાત કેસ નોંધાયેલા છે અને તેને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારે આર્યન શેખ સામે ચાર કેસ નોંધાયા છે અને તેને એક વર્ષ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે, અન્ય આરોપી ફૈયાઝ શેખ સામે પાંચ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને તે ગયા બાદ પણ તેને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ આરોપીનો અન્ય એક સાથીદાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
આરોપીઓ વિરુદ્ધ કયો કેસ નોંધવામાં આવ્યો છે?
તમને જણાવી દઈએ કે જે ચાર આરોપીઓની ધરપકડ (Mumbai Crime News) કરવામાં આવી છે તે ચારેય આરોપીઓ વિરુદ્ધ બાંદ્રા પૂર્વમાં અનેક સરકારી ઈમારતો, મહત્વની વ્યક્તિઓના ઘરોમાં લૂંટની તૈયારીનો કેસ નોંધવામાં આવ્યો છે.
ખેરવાડી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે
તમને જણાવી દઈએ કે અત્યારે સમગ્ર મુંબઇમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામેલો છે. આવ્યા સમયે આ રીતે પિસ્તોલ સાથે ચાર શખ્સ મળી આવતા સુરક્ષાનાં પ્રશ્નો ઊભા થયા છે. આ જ કારણોસર આ મામલા (Mumbai Crime News)ને જ ધ્યાનમાં રાખીને શહેરમાં ચૂંટણી માટેની સુવિધાઓમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ અંગે ખેરવાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.