Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ હુમલા પર કોઈ પગલાં ન લેવાયાં, પરંતુ પુલવામા હુમલાનો બદલો લીધો

મુંબઈ હુમલા પર કોઈ પગલાં ન લેવાયાં, પરંતુ પુલવામા હુમલાનો બદલો લીધો

02 March, 2019 10:20 AM IST |

મુંબઈ હુમલા પર કોઈ પગલાં ન લેવાયાં, પરંતુ પુલવામા હુમલાનો બદલો લીધો

ગઈ કાલે કન્યાકુમારીમાં રામાયણ દર્શનમની મુલાકાત લેતા નરેન્દ્ર મોદી.

ગઈ કાલે કન્યાકુમારીમાં રામાયણ દર્શનમની મુલાકાત લેતા નરેન્દ્ર મોદી.


અગાઉની સરકારોએ આતંકવાદી હુમલા સામે સખત કાર્યવાહી કરી નહોતી, પરંતુ અમારી સરકારે લશ્કરને આતંકવાદને નાથવા તમામ આવશ્યક પગલાં લેવાની ખુલ્લી છૂટ આપી હતી એમ જણાવતાં તામિલનાડુના કન્યાકુમારી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રૅલીમાં સંબોધન કરતાં પુલવામા હુમલાનો ઉલ્લેખ કરી જવાનોના જોશને સલામ કરતાં વિંગ કમાન્ડર અભિનંદનની પ્રસંશા કરી હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘૨૦૦૪થી ૨૦૧૪ દરમ્યાન જયપુર, પુણે, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક સ્થળે આતંકવાદી હુમલાઓ થયા હતા, પણ એના જવાબમાં ભારતે કોઈ કાર્યવાહી કરી નહોતી; પરંતુ ઉડી હુમલાનો અને ત્યાર બાદ થયેલા પુલવામા હુમલાનો અમે બદલો લીધો. દેશની સેવા કરનારા અને દેશની સેવામાં જાન ન્યોછાવર કરનારા જવાનોને હું સલામ કરું છું. એક એવો પણ સમય હતો જ્યારે સમાચારપત્રોમાં એવા ન્યુઝ આવતા હતા કે લશ્કર બદલો ઇચ્છે છે, પણ યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની સરકાર તેમને પરવાનગી નથી આપતી. જોકે હવે સમાચારોમાં સેનાને આતંકવાદીઓ સામે બદલો લેવાની ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનું લખાય છે.



કેટલાક લોકોનાં નિવેદનોથી ભારતને નુકસાન અને પાકિસ્તાનને ફાયદો થઈ રહ્યો છે એમ જણાવતાં વડા પ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘આવા લોકોનાં નિવેદનોને પાકિસ્તાનમાં ક્વોટ કરવામાં આવે છે. મારે પૂછવું છે તેમને કે આ લોકો લશ્કરને ટેકો આપે છે કે પાકિસ્તાનને?’


વિરોધ પક્ષો પર શાબ્દિક હુમલો કરતાં મોદીએ કહ્યું હતું કે ‘મોદીને નફરત કરતા કેટલાક પક્ષો ભારત દેશને નફરત કરવા લાગી ગયા છે. આખો દેશ લશ્કરના પરાક્રમની યશોગાથા ગાઈ રહ્યો છે ત્યારે આ પક્ષો હુમલાના પુરાવાઓ માગે છે.’

ઇમરાન ખાન પાકિસ્તાની લશ્કરનું ટેપરેકૉર્ડર છે : સુબ્રહ્મણ્યમ સ્વામી


BJPના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન એ દેશના લશ્કરના પઢાવેલા પોપટ જેવા છે. લશ્કરના ટેપરેકૉર્ડર સમાન ઇમરાન ખાન સાથે ચર્ચા કરવાને બદલે પાકિસ્તાની આર્મીના જનરલ સાથે ચર્ચા કરવી વધારે યોગ્ય ગણાય. મિલિટરી જે કહેશે એ ઇમરાન બોલશે. એથી તેની સાથે શાંતિમંત્રણાનો કોઈ અર્થ નથી. ભારતીય હવાઈ દળના પાઇલટ વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરીને પાકિસ્તાનની સરકાર કોઈ શાંતિનો સંદેશ કે શુભેચ્છાનો સંકેત આપતી નથી. સાઉદી અરેબિયાએ દબાણ વધારવાને કારણે તેમણે અભિનંદનને છોડવાનું પગલું લીધું છે. આપણો પાઇલટ ભારતના વિમાન સાથે તેમની ભૂમિ પર ઊતર્યો હતો. એ સંજોગોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના નિયમો પ્રમાણે પાકિસ્તાને એ પાઇલટને છોડવો જ પડે.’

આ પણ વાંચો : મસૂદ એટલો બીમાર છે કે ઘરની બહાર પણ નીકળી નથી શકતો: મહમૂદ કુરૈશી

સ્વામીએ એમ પણ જણાવ્યું હતું કે ‘BJPના નેતાઓએ લોકસભાની આગામી ચૂંટણીમાં જનતા પાસે જઈને કહેવું જોઈએ કે જો અમને મત આપીને જિતાડશો તો કેન્દ્ર સરકાર પાકિસ્તાનને પાઠ ભણાવશે. નેતાઓએ જનતાને વચનનામામાં કહેવું જોઈએ કે જો અમને ફરી સત્તા પર લાવશો તો પાકિસ્તાન ચાર ભાગમાં વહેંચાઈ ન જાય ત્યાં સુધી ભારત સરકાર શાંત બેસે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2019 10:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK