‘હવેલી’માં શું છે? સંબિત પાત્રાનો સંજય રાઉતને સવાલ

Published: Sep 06, 2020, 15:07 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સંજય રાઉતે ટ્વીટ કર્યું કે, ‘મારી હિમ્મતને ચેક કરવાની ભૂલ ન કરતા, પહેલા પણ મે ઘણા તોફાનોની દિશા બદલી છે.’ આ શાબ્દિક યુદ્ધમાં હવે ભાજપના નેતા સંબિત પાત્રા મેદાનમાં ઉતર્યા છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત (Kangana Ranaut) અને શિવસેના પ્રવક્તા સંજય રાઉત (Sanjay Raut) આમને સામને આવી ગયા છે અને તેમની વચ્ચેનું યુદ્ધ કાયમ છે. અભિનેત્રીએ થોડાક દિવસો પહેલાં મુંબઈની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) સાથે સરખામણી કરી હતી. તેણે આપેલા આ નિવેદન બાદ શિવસેના સતત તેના પર પ્રહાર કરી રહી છે. જેમાં સંજય રાઉત સૌથી વધારે આક્રમક છે. હાલમાં જ એક નિવેદનમાં સંજય રાઉતે કંગના માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેમની આ વાતનો વિરોધ થઈ રહ્યો છે અને અભિનેત્રીની માફી માગવામાં આવે તેવી વાતો થઈ રહી છે. જોકે, સંજય રાઉત ઈચ્છે છે કે કંગના પહેલા પોતાના નિવેદન માટે માફી માગે.

સંજય રાઉતે ટ્વીટ કર્યું કે, ‘મારી હિમ્મતને ચેક કરવાની ભૂલ ન કરતા, પહેલા પણ મે ઘણા તોફાનોની દિશા બદલી છે.’ જોકે આ ટ્વીટમાં તેમણે કોઈના નામનો ઉલ્લેખ કર્યો નહોતો, પરંતુ લોકોનું માનવું છે કે આ ટ્વીટ કંગના રનોટના સંદર્ભમાં જ છે.

આ શાબ્દિક યુદ્ધમાં હવે ભાજપના નેતા સંબિત પાત્રા મેદાનમાં ઉતર્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, વિશ્વ આ જ તો પૂછી રહ્યું છે. આખરે શું છે ‘હવેલી’માં જે તમે ‘ડ્રગ્સ, ડેથ એન્ડ ધોખા’ નામના તોફાનને કોઈ પણ કિંમતે વાળવા માગો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK