Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત: ઉકાઈ-આજવા ડેમ ઓવરફ્લો, નર્મદા ડેમ ભયજનક સપાટીએ

ગુજરાત: ઉકાઈ-આજવા ડેમ ઓવરફ્લો, નર્મદા ડેમ ભયજનક સપાટીએ

06 September, 2019 03:24 PM IST |

ગુજરાત: ઉકાઈ-આજવા ડેમ ઓવરફ્લો, નર્મદા ડેમ ભયજનક સપાટીએ

ગુજરાત: ઉકાઈ-આજવા ડેમ ઓવરફ્લો, નર્મદા ડેમ ભયજનક સપાટીએ


ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. ગુજરાતમાં પાણી માટે જીવાદોરી ગણાતો નર્મદા ડેમનું પાણી ભયજનક સપાટીએ પહોંચ્યુ છે. અરબ સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થતા ગુજરાતભરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 105.41 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં તાલાલામાં 6 ઇંચ, જોડિયા,લોધિકા અને પડધરીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદા નદી ભયજનક સપાટી ઓળંગતા ગોલ્ડન બ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ઘુસી ગયા છે. જેના કારણે નીચાણવાળા ભાગમાં વસેલા 70 જેટલા સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં ભાદર 2 ડેમ ઓવરફ્લો થતાં 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય ઉકાઈ ડેમ પણ ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતા વડોદરાવાસીઓમાં પૂરનો ભય જોવા મળી રહ્યો છે.



આ પણ વાંચો: સૌરાષ્ટ્રને આવતા વર્ષે નહીં નડે પાણીની સમસ્યા, મેઘમહેરથી 28 ડેમ ઑવરફ્લો


ગુજરાતમાં હવામાન વિભાગના આંકડા મુજબ સરેરાશ 33.86 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ વર્ષે સિઝનનો 105 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 10 વર્ષમાં ચોથી વખત 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. વર્ષ 2013માં અત્યાર સુધીનો સૌથી વધારે 147.24 ટકા વરસાદ ખાબક્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 03:24 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK