Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > 'Fani'ની ગુજરાતના ચોમાસા પર નહીં થાય અસર, ફરી વધશે ગરમી

'Fani'ની ગુજરાતના ચોમાસા પર નહીં થાય અસર, ફરી વધશે ગરમી

04 May, 2019 01:30 PM IST | અમદાવાદ

'Fani'ની ગુજરાતના ચોમાસા પર નહીં થાય અસર, ફરી વધશે ગરમી

'Fani'ની ગુજરાતના ચોમાસા પર નહીં થાય અસર, ફરી વધશે ગરમી


પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં ફની વાવાઝોડાએ ઉત્પાત મચાવ્યો છે. ફનીને કારણે કરોડો રૂપિયાનું નુક્સાન થયું છે. 200 કિલોમીટર કરતા વધુ ઝડપે ફૂંકાયેલા પવને જનજીવન ઠપ કરી દીધું છે. જો કે ફનીની ગુજરાતમાં ખાસ અસર નથી દેખાઈ રહી. દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે ફની વાવાઝોડાની ગુજરાતના ચોમાસા પર કોઈ અસર નહીં થાય. દિવ્ય ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં 72 કલાક બાદ ફરી ગરમીમા વધારો થશે.

રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં 15 જૂન બાદ ચોમાસાની શરૂઆત થશે. અને ફની વાવાઝોડાની ગુજરાતના ચોમાસા પર કોઈ જ અસર થવાની શક્યતા નથી. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની પણ સંભાવના નથી. પરંતુ બે દિવસ બાદ ગરમી ફરી પોતાનું અસર રૂપ બતાવશે. આગમી બે દિવસ બાદ ગરમીનો પારો ફરી ઉંચકાઈ શકે છે. ફની વાવાઝોડાને કારણે હાલ ગરમીમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. જો કે આ રાહત માત્ર 2 દિવસ પૂરતી છે.



આ પણ વાંચોઃ Cyclone Fani: ફનીની અસરને કારણે આવો છે માહોલ


ઉલ્લેખનીય છે કે ફની વાવાઝોડાને કારણે અત્યાર સુધી 10થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. શુક્રવારે આ વાવાઝોડું નબળું પડ્યું છે. જો કે તે પહેલા ફની વાવાઝોડું ઓડિશામાં વિનાશ વર્તાવી ચૂક્યુ છે. પુરી, ભૂવનેશ્વરમાં કરોડોની સંપત્તિને નુકસાન થયું છે


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2019 01:30 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK