ગુજરાતમાં સેલ્ફ ફાઇનૅન્સ સ્કૂલોમાં અને એમાં પણ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા માટે ઊંચી ફી વસૂલવામાં આવી રહી છે ત્યારે ઊંચી ફીથી પીડાતા વાલીઓની નાડ પારખી લઈને ગુજરાત કૉન્ગ્રેસે અમદાવાદ સહિત ૬ મહાનગરપાલિકામાં કૉન્ગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો અંગ્રેજી માધ્યમમાં ફ્રી શિક્ષણ આપવાના ગઈ કાલે શપથ લીધા હતા.
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં ચુંટણી માટેનો શપથપત્ર જાહેર કરતાં કહ્યું કે ‘અમારે વાયદા નથી કરવા એટલે શપથપત્ર લઈને આવ્યા છીએ. અમારે રાઇટ કરવું છે અટલે ગુજરાઇટ લઈને આવ્યા છીએ. ચૂંટણી અગાઉ અમે હેલો કૅમ્પેન કર્યું હતું જેમાં નાગરિકો જોડાયા હતા. તેમની રજૂઆતો સાંભળીને અમે શપથપત્ર બનાવ્યો છે. આ શપથપત્ર એ વચન નહીં, પણ શપથ છે.’
વર્લ્ડ ક્લાસ ટૉપ 20 મેન્ટરમાં પસંદ થયા અમદાવાદના ડૉ. શૈલેષ ઠાકર
7th March, 2021 11:30 ISTગીરના જંગલનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે, 2 વર્ષમાં ૩૧૩ સાવજનાં મોત
6th March, 2021 13:03 ISTઅમદાવાદ પહોંચ્યા PM મોદી, આજે સૈન્ય કમાંડર સંમેલનને કરશે સંબોધિત
6th March, 2021 10:56 ISTઅમદાવાદમાં જ્વેલરીના શોરૂમમાં વાછરડાં માટે શૉપિંગ
5th March, 2021 11:55 IST