Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉંગ્રેસ ચૂંટાશે તો નવા સાહસમાં કોઈ મંજૂરીની જરૂર નહીં : રાહુલ

કૉંગ્રેસ ચૂંટાશે તો નવા સાહસમાં કોઈ મંજૂરીની જરૂર નહીં : રાહુલ

29 March, 2019 10:47 AM IST |

કૉંગ્રેસ ચૂંટાશે તો નવા સાહસમાં કોઈ મંજૂરીની જરૂર નહીં : રાહુલ

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી


કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું કે જો તેમનો પક્ષ સરકાર બનાવશે તો નવાં સાહસોને ત્રણ વર્ષ સુધી કોઈ નિયમનકારી મંજૂરીની જરૂર નહીં રહે અને સાથે બૅન્ક-ક્રેડિટમાં સરળતાથી પ્રવેશ શક્ય બનાવવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સ પર લદાયેલા ૩૦ ટકા ટૅક્સને હટાવવાનું વચન આપતાં તેમણે ઉમેર્યું હતું કે ઘરેલુ ઉદ્યોગોને પ્રોત્સાહનને કૉંગ્રેસ પ્રાધાન્ય આપશે. સાથે જ તેમણે રોજગારી ઊભી કરવા માટે ક્ષમતાના આધારે સાહસિકોને પ્રોત્સાહન અને ટૅક્સ-ક્રેડિટનો લાભ આપવાની ખાતરી આપી હતી. આ સાથે રાહુલે નીરવ મોદી વિશે પણ સવાલો ઉઠાવીને પક્ષના મૅનિફેસ્ટોમાં વ્યવસાય, ખેતી, રોજગાર નિર્માણ વગેરેને પ્રોત્સાહન જેવી બાબતો પર ભાર મુકાયો હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ઉદ્યોગકારો સાથેની ચર્ચા બાદ તેમને આ વિચાર સ્ફૂર્યો હતો.



અમેઠીમાં લાડુથી તોળાવા કાર્યકરોનો આગ્રહ, પ્રિયંકાનો નકાર


ગઈ કાલે ભાઈ રાહુલ ગાંધીનાં સંસદીય મતક્ષેત્રોમાં બેઠકો બાદ મધરાતે સ્થાનિક નેતા ફતેહ બહાદુરના નિવાસસ્થાને પહોંચેલાં પ્રિયંકા ગાંધીને લાડુ સામે તોળવા કાર્યકરોએ આગ્રહ કર્યો હતો. જોકે પ્રિયંકાએ એને નકારી દીધો હતો અને ઊલટું પોતાના યજમાનને જ આ તક આપી હતી.

આ પણ વાંચો : ડાયરીની મોંકાણઃ દેશના પૂર્વ CMની ડાયરી ખોવાયેલી ડાયરી મળી આવતા ચકચાર


બીજી બાજુ જિલ્લા મૅજિસ્ટ્રેટ રામમનોહર મિશ્રાએ જણાવ્યું હતું કે મને ફતેહ બહાદુર અને તેમના સાથીઓ સામે ચૂંટણીમર્યાદાના ભંગ બદલ ફરિયાદ મળી છે અને આ ફરિયાદ નોંધવા માટે આદેશો કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કૉંગ્રેસનાં મહાસચિવ અમેઠીના રાયબરેલી માર્ગ પર આવવાનાં હતાં ત્યારે તેમની મોડી રાત સુધી રાહ જોઈ રહેલા ભૂતપૂર્વ પ્રધાન નદીમ અશરફ સહિત ૧૫ કાર્યકરો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2019 10:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK