Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડાયરીની મોંકાણઃ દેશના પૂર્વ CMની ડાયરી ખોવાયેલી ડાયરી મળી આવતા ચકચાર

ડાયરીની મોંકાણઃ દેશના પૂર્વ CMની ડાયરી ખોવાયેલી ડાયરી મળી આવતા ચકચાર

28 March, 2019 08:26 PM IST | મુંબઈ
ઉમેશ દેશપાંડે

ડાયરીની મોંકાણઃ દેશના પૂર્વ CMની ડાયરી ખોવાયેલી ડાયરી મળી આવતા ચકચાર

યેદિયુરપ્પાની ડાયરી ખોવાણી!

યેદિયુરપ્પાની ડાયરી ખોવાણી!


તાજેતરમાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાની એક ડાયરી પકડાઈ. એક નેતા ડાયરી લખે એ તો ઘણી અજબ જેવી વાત છે. ભલે ને એણે પોતાની ડાયરીમાં મુખ્ય પ્રધાન બનવા માટે પોતાનાજ પક્ષના નેતાઓને અંદાજે 1800 કરોડ રૂપિયા આપ્યા હોય. એમાં કોંગ્રેસે આટલો બધો હોબાળો મચાવવાની શી જરૂર હતી. આ ડાયરીમાં તો એણે એક નેતાના દિકરાના લગ્ન માટે પણ થોડાંક કરોડ આપ્યા જ હતા ને. જો કે યેદિયુરપ્પાએ ઇન્કમટેક્સને મળેલી આ ડાયરીને રાબેતા મુજબ ખોટી ગણાવી છે. તાજેતરમાં જ હોળીનો તહેવાર સમગ્ર દેશમાં રંગે ચંગે ઉજવાઈ ગયો. ત્યારે અમને પણ કેટલાંક નેતાઓની ડાયરીઓ મળી ગઈ. એમાં ઘણાં ચોકાવનારાઓ ખુલાસોઓ એમણે કર્યા હતા. આ ડાયરી પણ ખોટી જ હોવાના એમના દાવાઓ છતાં ચૂંટણીના માહોલમાં એમાં લખેલી વાત તમને કહ્યાં વગર રહી શકતા નથી.

એક કૌભાંડી નેતાની ડાયરી



ભલે વિપક્ષોએ મારા પર કૌભાંડના અનેક આક્ષેપો કર્યા છે. એમાના ઘણાં સાચા પણ છે. પરંતુ મને ગળા સુધીની ખાતરી છે કે હું આ ચૂંટણી જરૂર જીતીશ. મે પ્રધાન તરીકે અનેક કોભાંડો કર્યા છે. પરંતુ મારા સમાજ કે જ્ઞાતી સાથે ક્યારેય દગો નથી કર્યો. હું ગમે તે પક્ષમાં ભલે જાઉં મારા જ્ઞાતિજનો માત્ર મને જોઈને  જ મત આપે છે. તો મારે કોઈનો ડર રાખવાની જરૂર નથી. આજે મોંઘવારી કેટલી વધી ગઈ છે. એની લોકોને શું ખબર છે મોટી-મોટી સભાઓ અને રેલીઓ કાઢવી હોય તો એક માણસને બોલાવવો હોય તો 1000રૂપિયા અને એક બાટલી, એક મહિલા માટે 1000 રૂપિયા અને એક સાડી આપવી પડે છે. આ બધા રૂપિયા હું કંઈ મારા ખિસ્સામાંથી કાઢું. કૌભાંડ તો કરવા જ પડે ને. ખાલી લોકોના કામ કરવાથી ચૂંટણી જીતી શકાતી નથી.  


એક વયોવૃદ્ધ નેતાની ડાયરી

કોઈ નેવું વર્ષની ઉંમરના વ્યક્તિની માત્ર એક જ ઇચ્છા હોય કે હવે ભગવાન ક્યારે બોલાવે. જયારે મારી તો કેટલાંય વર્ષોથી એક જ ઇચ્છા છે કે રાષ્ટ્રપતિ મને વડા પ્રધાન તરીકે સરકાર રચવા માટે ક્યારે બોલાવે. મારી આગળી પકડીને જેઓ આજે મોટા થયા. એમણે મારી જ ઇચ્છાને કચડી નાંખી. આ વખતે તો હદ કરી નાંખી જે પક્ષને મે અહીં સુધી પહોંચાડવામાં મારી  જિંદગી ખર્ચી નાંખી. એ પક્ષમાંથી મને ટિકિટ જ ન આપી. જો કે મને હજૂ પણ મારા જ્યોતિષી પર વિશ્વાસ છે કે મારી ઇચ્છા એક દિવસ જરૂર પુરી થશે. આજે ભલે મને દાળમાં નાખેલા કડી-લીમડાની માફક કોરાણે મૂકી દેવામાં આવ્યો હોય.


diaryપ્રતિકાત્મક તસવીર(તસવીર સૌજન્યઃ ehow.com)

એક પ્રિન્સની ડાયરી

ભલે મારા રાજકીય હરીફો મારા વિશે જાત-જાતની ભ્રમણાઓ ફેલાવતા હોય. ભલે મને પપ્પુ કહેતા હોય પરંતુ મને વિશ્વાસ છે કે એક દિવસ હું જરૂર વડા પ્રધાન બનીશ. તેમજ આખો દેશ પપ્પુ બનશે. કારણ કે કોઈ પણ ભોગે સત્તા મેળવવાની મારા પક્ષની નીતી આ દેશના લોકોના નસેનસમાં વ્યાપેલી છે. દેશની જનતા મારા પરિવારના સભ્યોએ આપેલા બલિદાનને જોઈને પણ મને એક તક જરૂર આપશે જ. ભલે એક ક્રિકેટરનો દિકરો ક્રિકેટર ન બને. એક બિઝનેસમેનનો દિકરો સારો બિઝનેસમેન ન બની શકે. પરંતુ એક નેતાનો દિકરો નેતા બને જ એમાં કોઈ મિનમેખ નથી.

diaryપ્રતિકાત્મક તસવીર(તસવીર સૌજન્યઃ shuttercock.com)

ભક્તોના ભગવાનની ડાયરી

હું ભલે રેડીયો પર મનકી બાત કહેતો હોવ. પણ મારા મનની વાત ક્યારેય કોઈને જાણવા દેતો નથી. જનતાને ગોળી પિવડાવવામાં આખા દેશમાં મારો કોઈ હરીફ નથી. પરંતુ સાચું કહું તો આ વખતે થોડોક ડરેલોછું. આ કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણી નથી આખા દેશમાં મારી પાર્ટીને જીતાડવાની છે. મને મળેલા પાંચ વર્ષ મે વેડફી જ નાંખ્યા છે. મારી બધી યોજના મુંગેરીલાલ કે હસીન સપને જેવી જ સાબિત થઈ છે. પરંતુ આ બધી વાત તો લોકોથી છુપાવવાની છે. એમને તો દેશપ્રેમના નશામાં જ રાખવાના છે. એ જ હું કરી પણ રહ્યો છું. સારુ છે કે મારા હરીફો કાચા ખેલાડીઓ છે. જેઓને કારણે મને રાષ્ટ્રવાદની મોટી-મોટી વાતો કરવાની તક મળી રહે છે. બસ લોકો બીજુ બધુ ભૂલી જઈને આ બધી વાતોમાં જ રચ્યાપચ્યા રહે એવી તકેદારી સાથે આગળ વધી રહ્યો છું.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2019 08:26 PM IST | મુંબઈ | ઉમેશ દેશપાંડે

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK